Wether Update: રાજ્યના ખેડૂતોને માથે વધુ એક માવઠાનું સંકટ ઘેરુ બન્યુ છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે (ambala patel) વધુ એક માવઠા (rain) ની આગાહી કરી છે. રાજ્યમાં ઉત્તરાયણના દિવસે કમોસમી વરસાદ થવાનુ અનુમાન સેવાઈ રહ્યુ છે. આ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી છે. જેમા મુખ્યત્વે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે. આ સાથે કચ્છ, પંચમહાલના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની પણ સંભાવના છે.
4 થી 8 જાન્યુઆરીમાં ગુજરાતમાં ઠંડી પડવાની શક્યતા
અંબાલાલ પટેલના (ambala patel) જણાવ્યા મુજબ રાજ્યમાં જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટો આવશે. રાજ્યમાં 4 થી 8 જાન્યુઆરીમાં ગુજરાતમાં ઠંડી પડવાની શક્યતા છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે ઠંડી પડવાની સંભાવના છે. વલસાડ અને જામનગરના ભાગોમાં કાતિલ ઠંડી પડવાની આગાહી છે. કચ્છ, નલિયાના ભાગોમાં ન્યૂનતમ તાપમાન ઘટવાની શક્યતા છે. એક તરફ ગયા માવઠાથી થયેલી નુકસાનીની હજુ ખેડૂતોને કળ પણ વળી નથી ત્યા વધુ એક માવઠુ આવવાની આગાહી છે. જેના કારણે ધરતીપૂત્રોમાં ચિંતાતુર બન્યા છે.
નલિયામાં 5.6 ડિગ્રી તાપમાન નોંધાયુ
સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાત્રો થીજાવતી ઠંડી પડી રહી છે. નલિયામાં 5.6 ડિગ્રી તાપમાન નોંધાયુ છે, અને આ સાથે નલિયા ફરી એકવાર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યુ છે, તો વળી કેશોદમાં આજે 8.1 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે. અમદાવાદમાં દિવસભર પવનના કારણે ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. રાજ્યમાં આજે નલિયા સહિત 12 શહેરમાં લઘુતમ તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે નોંધાયો છે.