Bjp Gujarat: થોડા દિવસ પહેલા અમેરીલામાં ધારાસભ્ય કૌશીક વેકરીયા (Kaushik Vekaria) સામે પત્ર વાયરલ થયો હતો. આ પત્રમાં કૌશીક વેકરીયાને બદનામ કરવા તેમની સામે ડુપ્લીકેટ લેટર પેડ બનાવી 40 લાખનો પોલીસ પાસેથી હપ્તો લીધો અને ગામડે ગામડે દારુ વેચી રહ્યા છે.આવા આક્ષેપ કર્યા હતા.આ મુદ્દે પોલાીસ તપાસમાં સામે આવ્યું હતું કે, ભાજપના નેતાએ કાવતરું ઘડિયું હતું.પોલીસે 4 આરોપીઓની અટકાયત કરી હતી.જેમાં જસવંતગઢના સરપંચ અશોક માંગરોળીયાનું નામ સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. આરોપીએ અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખનો ડુપ્લિકેટ લેટર પેડ બનાવીને કૌશિક વેકરીયા વિરુદ્ધ લખાણ કર્યું હતું.
કડકમાં કડક નમૂના રૂપ કાર્યવાહી કરવા અપીલ
અમરેલી જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયાએ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ (CR PATIL) ને પત્ર પાઠવ્યો હતો. આ પત્રમાં ઉલ્લેખ કર્યો હતો કે, અમરેલી વિધાનસભાના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા (Kaushik Vekaria) ને બદનામ કરવાના ઇરાદે ભ્રષ્ટાચારનો બનાવટી પત્ર વાયરલ કરી છબી ખરડવાનું કૃત્ય કર્યું છે. તેવા લોકો ઉપર ઊંડાણ પૂર્વક તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવું જોઈએ. ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાનું કાવતરું કરી રહેલ તમામ આરોપી પર કડકમાં કડક નમૂના રૂપ કાર્યવાહી કરવા અપીલ કરી હતી.
ડુપ્લિકેટ લેટર પેડમાં કૌશિકભાઈ વેકરીયા વિરૂધ્ધ આ આક્ષેપ કર્યા
અમરેલી તાલુકા પંચાયતનો પ્રમુખ છું અને મારી અમરેલી તાલુકા પંચાયતનો તમામ વહીવટ વિધાનસભાના નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયા (Kaushik Vekaria) કરે છે અને અમને એમના અમરેલી “કર્તવ્યમ” કાર્યાલયે બોલાવે અને એ કહે તેમાં અમારે સહી કરી દેવાની અમે પ્રમુખ ખાલી દેખાવના છીએ અને તેઓ ૨ વર્ષ પહેલા ધારાસભ્યની ચુંટણી લડતા હતા ત્યારે તેમની સાથે કોંગ્રેસના લોકો વ્યક્તિગત રીતે હતા તેમને હાલ વઘારે પ્રોત્સાહન આપે છે, ભાજપના કાર્યકરોને નારાજ કરે છે અને તેઓ આગળ કોંગ્રેસવાળા છે તેમને કરે છે આવું અમરેલી તાલુકામાં ખાલી નથી અમરેલી નગરપાલિકાનો પણ વહીવટ તેઓ પોતે કરે છે અને જીલ્લા પંચાયતનો વહીવટ પણ તેઓ પોતે જ કરે છે અને જીલ્લા ભાજપ પણ તેઓ પોતે જ ચલાવે છે અને તેમની પાસે સતા હોવાથી તેમની સામે કોઈ બોલે તો તેમને પણ ફસાવી દે છે જેથી તેમની સામે કોઈ બોલતું પણ નથી અને કોઈ ફરીયાદ પણ કરતું નથી એ જેમ કહે છે તેમ જ બધાને કરવાનું રહે છે, તે ચુંટણી લડ્યા તે પહેલા અમરેલી તાલુકાના અમુક ગામમાં જ દારૂ મળતો અને છેલ્લા ૨ વર્ષમાં અમરેલી તાલુકાના ૭૧ ગામમાં ૧ ગામ એવું બાકી નથી રહ્યું કે જ્યાં દારૂ(શરાબ) ના મળતો હોય અને લોકોમાં ચર્ચાઓ પણ એવી થાય છે.