WTC Final: ઓસ્ટ્રેલિયાએ મેલબોર્ન ટેસ્ટમાં ભારતીય ટીમ 184 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ભારતીય ટીમની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC ) ફાઈનલ રમવાની આશાને પણ મોટો ફટકો પડ્યો છે. જો કે, ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને યથાવત છે. પરંતુ ટકાવારીમાં ઘટાડો થયો છે. આ હાર છતાં ટીમ ઈન્ડિયાની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC ) ની ફાઇનલમાં પહોંચવાની આશા જીવંત છે. પરંતુ આ સમીકરણ મુજબ ભારતે wtcમાં પહોંચવું મુશ્કેલ છે.
દક્ષિણ આફ્રિકા ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ
હવે ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC ) ની ફાઇનલમાં કેવી રીતે પહોંચી શકશે? ભારતે ઓસ્ટ્રેલિયા સામેની પાંચમી ટેસ્ટ જીતવી પડશે. આ ઉપરાંત શ્રીલંકા ઓસ્ટ્રેલિયાને બંન્ને ટેસ્ટમાં હરાવે તો ભારત પહોંચી શકે છે.પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાનને હરાવીને દક્ષિણ આફ્રિકા ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે.દક્ષિણ આફ્રિકા 11 મેચમાં 7 જીત બાદ 77.67 ટકા પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન પર છે.જ્યારે ઓસ્ટ્રેલિયા 16 મેચમાં 61.45 ટકા પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. ભારત 52.78 ટકા પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. ન્યૂઝીલેન્ડ 14 મેચમાં 7 જીત બાદ 48.21 ટકા પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. જ્યારે શ્રીલંકા પાંચમા સ્થાને છે.
બૉક્સિંગ ડે ટેસ્ટમાં ભારતની કરારી હાર
મેલબૉર્નમાં બૉક્સિંગ ડે ટેસ્ટ (Boxing Day Test) માં ઓસ્ટ્રેલિયાએ ભારતને 184 રનથી હરાવ્યું છે. જીતવા માટેના 340 રનની જરૂર હતી.પંરતુ ભારત માત્ર બીજા દાવમાં 155 રનમાં ઓલઆઈટ થઈ ગઈ હતી. મહત્વની વાત એ હતી કે ટીમ ઈન્ડિયા ત્રણ સેશન પણ રમી શકી નહીં. ટીમ ઈન્ડિયા 13 વર્ષ બાદ મેલબૉર્નમાં ટીમ ઈન્ડિયાની હાર થઈ હતી. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ ચાર ટેસ્ટ બાદ પાંચ મેચની સીરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે. હવે પાંચમી અને છેલ્લી ટેસ્ટ 3 જાન્યુઆરીથી સિડનીમાં રમાશે.