સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં અભિનેતા અલ્લુ અર્જુન (Allu Arjun) સામેની કાર્યવાહી અંગે આંધ્રપ્રદેશના ઉપમુખ્યમંત્રી પવન કલ્યાણે (pawan kalyan) કહ્યું કે કાયદો બધા માટે સમાન છે અને પોલીસે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કામ કરવું જોઈએ. જનસેના પાર્ટીના પ્રમુખ પવન કલ્યાણે (pawan kalyan) તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડી (Revanth Reddy) ની પ્રશંસા કરતા તેમને મહાન નેતા ગણાવ્યા હતા. તેમણે અલ્લુ અર્જુન (Allu Arjun) ને કહ્યું તમારે નાસભાગમાં મૃતક મહિલાના પરિવારને મળવું જોઈએ.
મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીની પ્રશંસા કરી
પવન કલ્યાણે (pawan kalyan) કાયદાનું અમલીકરણ કરાવવાની પ્રાથમિકતાને અધિકારીઓએ મહત્વ આપવું જોઈએ. કાયદો દરેક માટે સમાન છે. આવી ઘટનાઓમાં પોલીસ સુરક્ષાને ધ્યાનમાં રાખીને કામ કરે છે. મહત્વની વાત એ છેકે પવન કલ્યાણ (pawan kalyan) અલ્લુ અર્જુનના સંબંધી છે. અલ્લુ અર્જુન (Allu Arjun) ની કાકી સુરેખાએ પ્રખ્યાત અભિનેતા ચિરંજીવી સાથે લગ્ન કર્યા છે અને તે પવન કલ્યાણના મોટા ભાઈ છે.અલ્લુ અર્જુન પીડિતાના પરિવારને પહેલા મળ્યો હોત તો સારું થાત.
કાયદો દરેક માટે સમાન
આંધ્રના ડેપ્યુટી સીએમએ તેલંગાણાના મુખ્યમંત્રી રેડ્ડી (Revanth Reddy) ની પ્રશંસા કરી અને કહ્યું કે તેઓ એક એવા નેતા છે જે સામાન્ય પરિસ્થિતિ માંથી રેવન્ત રેડ્ડી મોટા નેતા બન્યા છે.તેણે નફાકારક શો અને ટિકિટની કિંમત (વધારો) કરવાની મંજૂરી આપી હતી. પરંતુ આ ઘટનામાં અલ્લુ અર્જુન સાથે શું થયું તેની મને જાણકારી નથી. થિયેટર સ્ટાફે અલ્લુ અર્જુનને જાણકારી આપવી જોઈતી હતી.