Ahmedabad: પત્રકારની ગર્જનાદમાં દિનેશ સિંધવે મહેશગીરી બાપુની પોલ ખોલી

Ahmedabad: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સનાતન ધર્મને લઈ વિવાદ થઈ રહ્યો છે.આજે પત્રકારની ગર્જનાદમાં જૂનાગઢ (Junagadh) થી લઈ સત્તાધાર સુધી આ વિવાદ અંગે ચર્ચા કરવામાં આવી. જેમા ગુજરાતના દિગ્ગજ પત્રકારો અને ન્યુઝ ચેનલના હેડ આ ચર્ચામાં આવી પોતાના વાત રજૂ કરી હતી.આ ચર્ચાનો હેતુ ન્યુઝરૂમ ગુજરાત થકી સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા મંદિરની ગાદીના વિવાદ અને ત્યાં થતા ભ્રષ્ટાચાર સામે અવાજ લાખો શ્રદ્ધાળુઓનો આવાજ બની સનાતન ધર્મને બચાવવા માટેનો અમારો એક પ્રયાસ. જૂનાગઢ અને ત્યારબાદ સત્તાધાર વિવાદનો અંત કંઈ રીતે આવી શકે તે અંગે વિવિધ સવાલો પર ચર્ચા થઈ હતી. આજના પત્રકારોના ગર્જનાદમાં રોનક પટેલ (ABP અસ્મીતા ચેનલના હેડ) જગદીશ મહેતા (હેડલાઈન -ન્યૂઝના ગૃપ એડિટર) જેવો સનાતન ધર્મને લાંચન લાગતી ઘટનાઓ પર બરીકાયથી નજર રાખતા હોય છે. જુનાગઢના વિવાદ પછી ગિરનારને સાફ કરવાની મુહિમ બે ધડક અનેક પુરાવાનો પદ્દાફાશ કરતા હોય છે.મયુર જાની (ધ ગુજરત ચેનલના હેડ) મયુર માકડિયા (ઈનપુટ હેડ કેપીટલ ન્યુઝ) ભાર્ગવ પરીખ (સિનિયર પત્રકાર) અને જિગ્ના રાજગોર સિનિયરપત્રકાર અને ઝાંચી ચેનલના ડારેક્ટર હાજર રહ્યા હતા.

શું કહ્યું દિનેશ સિંધવ

ટૂંક સમયમાં આટલી મોટી સફળતા પ્રાપ્ત કરવા દિનેશ સિંધવે ન્યુઝરૂમના એડિટરને અભિનંદન આપ્યા હતા. જૂનાગઢના ઈતિહાસ અંગે વાત કરતા કહ્યું તળેટીમાં અંબાજી મંદરની નીચે ગુફાના દર્શન કરી ત્યા સિક્કા મારતા હતા. આ સિક્કા માર્યા હોય તો તળેટી દર્શન કર્યા તેવું કહેવાય. હવે તળેટીમાં આવેલા અંબાજી મંદિરની વાત કરીએ તો આ મંદિરમાં 2003-04 માં દર્શન કરવા આવતા તમામ ભક્તિો પાસેથી 20 રૂપિયા ફરીજયાત લેવામાં આવતા હતા.જો દર્શનાથી પૈસા ન આપે તો તેને માર પણ મારવામાં આવતો હતો. એ સમયે કેટલાક દર્શનાર્થીએ એવી પણ ફરીયાદ કરેલી કે, લાફા મારવામાં આવે છે.મહેશગીરી બાપુ નાનપણથી પત્રકારોને ધાક ધમકી આપતા હતા.
આ ઉપરાંત ત્યાના સ્થાનિક લોકોને ગીરનારની અંદર શું ચાલે છે તેનાથી અજાણ છે.

જનતાના પૈસાથી આ ભવ્ય આશ્રોમો બન્યા

જૂનાગઠમાં શું ચાલે તે સામાન્ય લોકોને ખબર પણ હોતી નથી. શિવરાત્રીમાં ગરીબ અને સામાન્ય લોકો આવીને દાન પેટીમાં પૈસા મુક્તા હોય છે. તેનો હિસાબ આજ સુધી થયો નથી.આ સામાન્ય જનતાના પૈસાથી આ ભવ્ય આશ્રોમો બન્યા છે.જૂનાગઠ અંગે જૂની વાત કરતા કહ્યા વર્ષોથી આ રેવડી નિકળતા સમયે માથાકૂટ થતી હોય છે. આજે પણ આમા કોઈ પરિવર્તન આવ્યું નથી. જૂનાગઠ માટે જવાબદાર મહેશગીરી અને સ્થાનિક નેતાઓની મીલીભગત રહેલી છે.જ્યારે ગાદીની વાત આવે ત્યારે નેતા અને સાધુ સાથે મળી રાજ કરતા હોય છે.દાનમાં આવતા પૈસાથી સાધુ સંતોએ શૈક્ષણિક કાર્ય કરવા, દવાખાનાની શરૂઆત કરવી,વૃદ્ધાશ્રમ ખોલવા જેવા કામ કરવા જોઈએ.

Scroll to Top