Amreli News: કૌશિક વેકરીયાને બદનામ કરવા ભાજપના જ નેતાનું કાવતરું

Amreli News: અમરેલી ભાજપના ધારાસભ્ય અને વિધાનસભાના દંડક વિરુદ્ધ પત્ર વાયરલ થયો હતો. આ પત્ર અમરેલી (Amreli) તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહેને લખ્યો હોવાનું સામે આવ્યું હતું. આ પત્રમાં ઉલ્લેખ કર્યો હતો કે કૌશિક વેકરીયા 40 લાખનો પોલીસ પાસેથી હપ્તો લીધો અને ગામડે ગામડે દારુ વેચી રહ્યા છે.આવા આક્ષેપ લાગ્યા બાદ અમરેલી (Amreli) જીલ્લાનું રાજકારણ ગરમાયું હતું. ત્યારબાદ પ્રમુખ કિશોર કાનપરિયાએ સ્પષ્ટતા કરી હતી કે આ પત્ર ડુપ્લીકેટ છે. તથા બદનામ કરવાનું આખું ષડયંત્ર છે. આ ઘટનાની અમરેલી (Amreli) ની LCB અને SOGએ પત્ર વાયરલ કરનાર 4 આરોપીઓની અટકાયત કરી છે.

ડુપ્લિકેટ લેટર પેડ બનાવીને કૌશિક વેકરીયા વિરુદ્ધ કર્યું હતું લખાણ

અમરેલી (Amreli) ના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા વિરુદ્ધના પત્રનો મામલમાં સૌવથી મોટો ખુલાસો થયો છે. આ પત્ર દ્રારા વેકરીયાની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાના ઇરાદે થયેલા કૃત્યનો પોલીસે પર્દાફાશ કર્યો છે.વેકરીયાને બદનામ કરવા ભાજપના નેતાએ કાવતરું ઘડિયું હતું.પોલીસે 4 આરોપીઓની અટકાયત કરી હતી. જેમાં જસવંતગઢના સરપંચ અશોક માંગરોળીયાનું નામ સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. આરોપીએ અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખનો ડુપ્લિકેટ લેટર પેડ બનાવીને કૌશિક વેકરીયા વિરુદ્ધ લખાણ કર્યું હતું. LCB, SOG અને સાયબર પોલીસે કૌશિક વેકરીયા વિરુદ્ધના પત્રના ગુન્હાનો ભેદ ઉકેલ્યો હતો. જ્યારે એસ.પી. સંજય ખરાતે પ્રેસ કોન્ફરન્સ સંબોધીને આરોપીઓને મીડિયા સમક્ષ લાવ્યા હતા.

આ હતો પત્રમાં ઉલ્લેખ

 

આપ સાહેબશ્રીને જણાવવાનું કે હું હાલ અમરેલી તાલુકા પંચાયતનો પ્રમુખ છું અને મારી અમરેલી તાલુકા પંચાયતનો તમામ વહીવટ વિધાનસભાના નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયા કરે છે અને અમને એમના અમરેલી “કર્તવ્યમ” કાર્યાલયે બોલાવે અને એ કહે તેમાં અમારે સહી કરી દેવાની અમે પ્રમુખ ખાલી દેખાવના છીએ અને તેઓ ૨ વર્ષ પહેલા ધારાસભ્યની ચુંટણી લડતા હતા ત્યારે તેમની સાથે કોંગ્રેસના લોકો વ્યક્તિગત રીતે હતા તેમને હાલ વઘારે પ્રોત્સાહન આપે છે, ભાજપના કાર્યકરોને નારાજ કરે છે અને તેઓ આગળ કોંગ્રેસવાળા છે તેમને કરે છે આવું અમરેલી તાલુકામાં ખાલી નથી અમરેલી નગરપાલિકાનો પણ વહીવટ તેઓ પોતે કરે છે અને જીલ્લા પંચાયતનો વહીવટ પણ તેઓ પોતે જ કરે છે અને જીલ્લા ભાજપ પણ તેઓ પોતે જ ચલાવે છે અને તેમની પાસે સતા હોવાથી તેમની સામે કોઈ બોલે તો તેમને પણ ફસાવી દે છે જેથી તેમની સામે કોઈ બોલતું પણ નથી અને કોઈ ફરીયાદ પણ કરતું નથી એ જેમ કહે છે તેમ જ બધાને કરવાનું રહે છે, તે ચુંટણી લડ્યા તે પહેલા અમરેલી તાલુકાના અમુક ગામમાં જ દારૂ મળતો અને છેલ્લા ૨ વર્ષમાં અમરેલી તાલુકાના ૭૧ ગામમાં ૧ ગામ એવું બાકી નથી રહ્યું કે જ્યાં દારૂ(શરાબ) ના મળતો હોય અને લોકોમાં ચર્ચાઓ પણ એવી થાય છે કે પોલીસ કૌશિકભાઈને દર મહીને ચાલીસ લાખનો હપ્તો આપે છે અને રેતીમાં પણ તેમનું એવું જ છે અને અમરેલી તાલુકા કે અમરેલી જીલ્લામાં કોઈપણ નબળા કામની અરજી કરે કે ફરીયાદ કરે તો તેઓ પાસે કોન્ટ્રાક્ટર જાય તો તેમની પાસેથી રૂપિયાનો વહીવટ કરી નબળા કામો કરાવે છે અને પાર્ટીના ચુંટાયેલા તેમજ પાર્ટીના કાર્યકર્તાઓ કોઈપણ કામ લઈને આવે તો કોઈનું કામ પણ કરતાન હોય અને કામોના ખાતમુહુર્ત કરી મિડીયામાં પોતાનો પ્રચાર કરી પોતે સારા છે તેવો દેખાવ કરે છે અને કોંગ્રેસના લોકોને આગળ કરે છે જેથી આપણી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં રોષ છે અને અમરેલી તાલુકા ભાજપના મહામંત્રીની ખાલી જગ્યા અને ચુંટણી લડ્યા તેના પોણા ચાર વર્ષ થયા ત્યારથી આ જગ્યા ખાલી પડેલી આ બાબતે તાલુકા ભાજપ પ્રમુખે પ્રદેશમાંથી આવતા લોકોને અવારનવાર રજુઆત કરેલ અને અમરેલી તાલુકામાં ઘનશ્યામભાઈ ત્રાપસિયા પોતે એકલા હાથે કાગળ પર પાર્ટીનું કામ કરી પોતાનો સમય પુરો આપેલો છે અને કૌશિકભાઈ અમરેલી તાલુકામાં પાર્ટીનું સંગઠન ન થાય તેમજ લોકો અને કાર્યકર્તા તેમની પાસે જ આવવા જોઈએ સંગઠન પાસે નહીં જેથી અહીં કોઈ અમરેલી તાલુકામાં સંગઠનમાં માત્ર પ્રમુખ જ કાર્યરત હતા. બાકી નીચે કોઈ સંગઠન હતું જ નહી અને તેઓ હાલ પણ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જેમને એટીવીટીની કમિટીમાં સભ્ય બનાવ્યા, જીલ્લા યુવા ભાજપના પ્રમુખ બનાવ્યા, સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવક બોર્ડ અમરેલી જીલ્લાના સંયોજક બનાવેલા હોય જેમને ત્રીસ હજાર પગાર ભથ્થા મેળવે છે કૌશિકભાઈ મુળ ભાજપના કાર્યકર્તાના બદલે મુળ કોંગ્રેસીઓને વઘારે મહત્વ આપે છે અને હજુ એમને અમરેલી તાલુકા ભાજપના પ્રમુખ બનાવવા માગે છે કેમ કે તેઓ સંગઠન કે બધું તેમની પાસે જ રહે અને ભારતીય જનતા પાર્ટીના મુળ કાર્યકર્તાઓને ભુંસી(ખતમ) કરી નાખવા માટે આવુ બધુ કરી રહ્યા છે આપ સાહેબશ્રીને મારી નમ્ર અરજ છે કે આપ ખાનગી રાહે તપાસ કરો તો સત્ય આપની સમક્ષ આવશે અને મારી પણ એક નમ્ર અપીલ છે કે મેં જે આપ સાહેબ સંમક્ષ સઘળી હકીકત મુકી છે એ બાબતે મારૂ નામ જાહેર ન કરવું, ખાનગી(અંગત) રાખવું.

Scroll to Top