Bhupendra Jhala: કરોડો રૂપિયાનું કૌભાંડ આચરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ

Bhupendra Jhala: BZ પોંઝી સ્કીમ દ્વારા કરોડો રૂપિયાનું કૌભાંડ આચરનાર મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાની આખરે ધરપકડ કરવામાં આવી છે. CID ક્રાઇમે મહેસાણા જિલ્લામાંથી ભૂપેન્દ્રસિંહ ઝાલા (Bhupendra Jhala) ને ઝડપી પાડ્યો છે. ભૂપેન્દ્ર ઝાલા પર લોકોના કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવવાનો આરોપ છે, અને તેની ધરપકડથી આ કેસમાં એક મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે.ભૂપેન્દ્ર ઝાલા (Bhupendra Jhala) ઘણા સમયથી પોલીસની પકડથી દૂર હતો અને તેની શોધખોળ ચાલી રહી હતી. આખરે CID ક્રાઇમને તેને મહેસાણામાંથી પકડવામાં સફળતા મળી છે. આ ધરપકડથી BZ પોંઝી સ્કીમના ભોગ બનેલા લોકોને ન્યાયની આશા જાગી છે. પોલીસ હવે ભૂપેન્દ્ર ઝાલાની પૂછપરછ કરીને આ કૌભાંડ સાથે જોડાયેલા અન્ય તથ્યો અને લોકો વિશે માહિતી મેળવશે.

CID ક્રાઇમે મહેસાણા જિલ્લામાંથી ભૂપેન્દ્રસિંહ ઝાલાને ઝડપી પાડ્યો

આ પહેલા ભૂપેંદ્ર ઝાલા (Bhupendra Jhala) એ અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જોકે આ અરજી ફગાવી દેવામાં આવી હતી. મહાઠગે અરજીમાં કોઈ કૌભાંડ આચર્યું જ ન હોવાની વાત કરી હતી અને ખોટી ધરપકડ થવાની શક્યતા વ્યક્ત કરી છે. કૌભાંડ સામે આવ્યા બાદ ભૂગર્ભમાં ઉતરી જનાર મહાઠગે હવે પોલીસ તપાસમાં સહકાર આપવાની તૈયારી બતાવી છે. કોર્ટ જે શરતોએ આગોતરા જામીન આપે તે શરતો પાળવા પોતે તૈયાર છે તેથી આગોતરા જામીન આપવા જોઈએ તેવી રજૂઆતો કરી છે. ગ્રામ્ય કોર્ટે તપાસ અધિકારી અને સરકારી વકીલને નોટિસ પાઠવી છે.આવતીકાલે સુનાવણી હાથ ધરાશે. આવતીકાલે તપાસ અધિકારી આરોપીની જામીન અરજી સામે એફિડેવિટ ફાઈલ કરશે.

CID ક્રાઈમને ભૂપેન્દ્રસિંહની કુલ 22 સંપત્તિ મળી આવી

મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા (Bhupendra Jhala) વિરુદ્ધ ફરિયાદ ન નોંધાવવા રોકાણકારોને મેસેજ કરનાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરાશે. પીડિતોને પોલીસ ફરિયાદ ન કરવા મેસેજ કરનાર તત્વો સામે મદદગારી બદલ કાર્યવાહી કરાશે. પોલીસ પાસે જશો તો પૈસા નહી મળે તેવી ભૂપેન્દ્ર ઝાલાના એજન્ટો સોશલ મીડિયામાં અફવા ફેલાવી રહ્યા છે. આવા તત્વોને પકડવા માટે પોલીસ કાર્યવાહી શરૂ કર્યાનું સીઆઈડી ક્રાઈમે ચેતવણી આપી છે. CID ક્રાઈમને ભૂપેન્દ્રસિંહની કુલ 22 સંપત્તિ મળી આવી છે. જેને ટાંચમાં લેવાની કાર્યવાહી શરૂ કરાશે. CID ક્રાઈમે રોકાણકારોને અપીલ કરી છે કે, તેઓ એજન્ટ અથવા ભૂપેન્દ્રસિંહ (Bhupendra Jhala) ની માહિતી આપે.

 

 

Scroll to Top