manmohan singh death: ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહનું ગુરુવારે (26 ડિસેમ્બર) અવસાન થયું હતું. તેઓ 2004-14 દરમિયાન ભારતના વડાપ્રધાન હતા. કેન્દ્ર સરકારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ (manmohan singh ) ના નિધન પર સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. ડૉ. મનમોહન સિંહ (manmohan singh ) ના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકિય સન્માન સાથે કરવામાં આવશે. શુક્રવારે યોજાનાર તમામ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. શુક્રવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાશે જેમાં પૂર્વ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.ડૉ. મનમોહન સિંહના પાર્થિવ દેહને દિલ્હીના મોતીલાલ નહેરુ માર્ગ પરના તેમના નિવાસસ્થાને રાખવામાં આવ્યો છે.
શક્તિસિંહજી ગોહિલે મનમોહન સિંહના પાર્થિવ દેહને પુષ્પાંજલિ અર્પણ કરી
સમાનતા, સફળતા ને સાદગી ના પ્રતિક તેવા ભારતના અમૂલ્ય રત્ન મનમોહનસિંઘ (manmohan singh ) ને આપણે સદા માટે ગુમાવ્યા છે . તેઓ સાથેની મારી મુલાકાતોની યાદો ચિરંજીવી રહેશે . સદગત ને શ્રદ્ધા સુમન સમર્પિત કરુ છુ . આ મુશ્કેલ સમયમાં તેમના પરિવાર અને પ્રિયજનો ને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તે માટે પ્રાર્થના કરૂ છું.ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે શક્તિસિંહજી ગોહિલ પ્રદેશ સમિતિ વતી અને કાર્યકર્તાઓ વતી ડો મનમોહન સિંહ (manmohan singh ) ના પાર્થિવ દેહ ઉપર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
અંતિમ સંસ્કાર દરમિયાન 21 તોપોની સલામી આપવામાં આવશે
દેશના ભૂતપૂર્વ વડા પ્રધાનોના અંતિમ સંસ્કાર દિલ્હીમાં વિશેષ સ્મારક સ્થળો પર કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જવાહર લાલ નેહરુ, ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના અંતિમ સંસ્કાર રાજઘાટ સંકુલમાં થયા હતા. જો કે, અંતિમ સંસ્કારની પદ્ધતિ મૃત વ્યક્તિ અને તેના પરિવારની ધાર્મિક માન્યતાઓ અનુસાર છે. પૂર્વ વડાપ્રધાનોના અંતિમ સંસ્કાર સામાન્ય રીતે દિલ્હીમાં થાય છે. કેટલીકવાર અંતિમ સંસ્કાર ગૃહ રાજ્યમાં પણ થઈ શકે છે.ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ.મનમોહન સિંહના પાર્થિવ દેહને આવતીકાલે 28 ડિસેમ્બરે કૉંગ્રેસના મુખ્યાલયમાં લાવવામાં આવશે, જ્યાં લોકો તેમને શ્રદ્ધાંજલિ આપશે. તેમનો અંતિમ સંસ્કાર રાજઘાટ પાસે કરવામાં આવશે.