Amreli Congress: સમગ્ર ગુજરાતમાં દારૂનું રેલમ છેલ જોવા મળે છે. કોઈપણ જીલ્લામાં વિદેશી દારુ સામાન્ય રીતે લોકોને મળી રહ્યો છે. પરંતુ સરકાર દારુ સામે કોઈ નક્કર પગલા ભરી રહી નથી. જેના કારણે સામાન્ય લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. દારૂડિયાનો ત્રાસ એટલો બધો વધી ગયો છે કે જનતાની સાથે અધિકારી પણ ત્રાસી ગયા છે. ત્યારે બાબરા તાલુકાના મામલતદારે દારૂડિયાના ત્રાસ અંગે પોલીસને પત્ર પાઠવ્યો હતો. જે બાદ વીરજી ઠુમ્મરે (Veerji Thummar) આ બાબતે DGPને પણ પત્ર પાઠવ્યો હતો.
શું ઉલ્લેખ કર્યો પત્રમાં
અમરેલી (amreli) જિલ્લો દારૂ, ડ્રગા અને રેતી ખનીજ ચોરી માટે કુખ્યાત બની ગયો છે.એક દુકાન ઉપર આવો ધંધો કરનારા લોકો એમના હપ્તા આપી જાય છે. જે હપ્તાની વહેંચણી જેતે અધિકારીઓ પદાધિકારીઓને આપવામાં આવે છે. અમરેલી (amreli) જિલ્લામાં ગાંધીનગર અને દિલ્હી એમ બે સ્તરે જોડાણ ધરાવતા લોકો મામલતદાર કચેરીમાં આવી છે. કે.વાય.સી. ઓપરેટરી સાથે ગેરવર્તુણક કરી ગાલી ગલોચ કરે છે.આવા આક્ષેપ મામલદાર કરે તો ખુબ દુઃખ થાય છે. હું પણ આ જિલ્લાનો સાંસદ/ધારાસભ્ય રહી ચુક્યો છું. મારી સિવાય હાલ પૂર્વ સાંસદ તરીકે સહકારી આગેવાન દિલીપભાઇ સંઘાણી તેમજ પુર્વ સાંસદ ત્રણ વખત રહી ચુક્યાં છે તેવા નારણભાઈ કાછડીયા અને બાબરા લાઠીના ચાર થી પાંચ પુર્વ ધારાસભ્યો પણ હાલ જાહેરજીવનનાં આગેવાન તરીકે ફરજ બજાવી રહ્યા છે. ત્યારે આ આક્ષેપ કોની ઉપર થયો છે? તે જાણવાની અધિકાર અમરેલી જિલ્લાની પ્રજાનો થાય છે અને ખાસ કરીને જાહેરજીવનનાં આગેવાનનો પ્રથમ થાય છે.
સરકારને આડે હાથ લીધા
અમરેલી (amreli) માં જે ભ્રષ્ટ્રાચાર ફુલોફાલ્યો છે. તેના કારણે સરકારની તિજોરીને આર્થિક નુકશાન થઈ રહ્યું છે. બી.ઝેડમાં જેમ નાણા ઉપડે છે ખ્યાતિ હોસ્પિટલમાં પણ સરકારનાં નાણાની ઉચાપત કરવામાં આવે છે. નકલી પોલીસ, નકલી P.A… નકલી E.D. નકલી કલેકટર, નકલી ઓફીસ, નકલી ડોકટરો આવી પ્રવૃતિથી લોકો પણ ખફા થઈ રહ્યા છે. સરકાર પણ સતત રટણ કરે છે કોઇ ચમરબંધીને છોડવામાં આવશે નહીં. એ માત્ર સ્ટેટમેન્ટ રહ્યા હોઇ તેવું લાગે છે. ત્યારે આ પત્રની ગંભીરતા દાખવી ગોપનીય તપાસ કરી આવા તત્વોને ખુલ્લા પાડવામાં આવે રજુઆત છે.