Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતીય ટીમ માટે ખુશ ખબરી, આ ઓલરાઉન્ડર વનડે ફોર્મેટમાં થઈ વાપસી

Champions Trophy: ભારતીય ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) લગભગ એક વર્ષ બાદ ODI ફોર્મેટમાં વાપસી કરી રહ્યો છે. પંડ્યાએ ભારત માટે છેલ્લી વખત બાંગ્લાદેશ સામે ODI વર્લ્ડ કપ 2023માં રમ્યો હતો. પરંતુ ત્યારબાદ તે ODI ફોર્મેટથી દૂર રહ્યો હતો. હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ છેલ્લે T20 ફોર્મેટમાં રમ્યો હતો. મળતી માહિતી અનુસાર પંડ્યા વિજય હજારે ટ્રોફીમાં બરોડા તરફથી રમતા જોવા મળી શકે છે.

હાર્દિક પંડ્યા વિજય હજારે ટ્રોફીમાં રમતો જોવા મળશે

હાર્દિક પંડ્યા (Hardik Pandya) અંગત કારણોસર વિજય હજારે ટ્રોફીની પ્રથમ 3 મેચમાં બરોડા ટીમમાં રમી શક્યો નહીં.અગામી 28 ડિસેમ્બરે બંગાળ સામેની મેચમાં રમતા જોવા મળશે.આ બંન્ને વચ્ચેની મેચ હૈદરાબાદમાં રમાશે.હાર્દિક પંડ્યા (Hardik Pandya) સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં જબરદસ્ત ફોર્મમાં જોવા મળ્યો હતો. આ ટૂર્નામેન્ટની 7 મેચમાં હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ અંદાજે 194ના સ્ટ્રાઈક રેટથી 246 રન બનાવ્યા હતા.

ભારતીય ટીમ તેની મેચો દુબઈમાં હાઈબ્રિડ મોડલ હેઠળ રમશે

ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy) પહેલા હાર્દિક પંડ્યા (Hardik Pandya) નું ODI ફોર્મેટમાં વાપસી ભારતીય ચાહકો માટે સારા સમાચાર છે. તાજેતરમાં જ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન આ ટૂર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે. રંતુ ભારતીય ટીમ તેની મેચો દુબઈમાં હાઈબ્રિડ મોડલ હેઠળ રમશે. ભારતીય ટીમ પોતાના પ્રથમ મેંચ બાંગ્લાદેશ સામે રમાશે. ત્યારબાદ 23 ફેબ્રુયારીએ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામે રમવાની છે.

શામી 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી રમવી મુશ્કેલ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 19 ફેબ્રુઆરીથી શરૂ થશે. તેને ચાલુ થવામાં હજુ બે મહિના બાકી છે. જો ત્યાં સુધીમાં શમી ફિટ થઈ જાય તો ટીમ ઈન્ડિયામાં તક મળી શકે છે. પરંતુ હાલમાં તેમના વાપસી પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. ઈંગ્લેન્ડે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમની જાહેરાત કરી દીધી છે. પરંતુ ભારતે હજુ સુધી જાહેરાત કરી નથી. મહત્વની વાત એ છે કે ICCએ હજુ સુધી ચેમ્પિયન્સ ટ્રોફીનું શિડ્યુલ પણ જાહેર કર્યું નથી.

Scroll to Top