Ahemdabad: ગઈકાલ રાત્રે ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહ (manmohan singh death) ના દુ:ખદ અવસાન થયું છે. તેઓ 2004-14 સુધી ભારતના વડાપ્રધાન રહ્યા હતા. AMCએ મનમોહનસિંહના અવસાન પર કાંકરીયા કાર્નિવાલ (Kankaria Carnival) 2024 સંપૂર્ણપણ રદ્દ કરવામાં આવ્યો છે. કાંકરીયા કાર્નિવાલ (Kankaria Carnival) અમદાવાદમાં મણીનગરના કાંકરિયા વિસ્તારમાં 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર 2024 સુધી ચાલવાનો હતો. જેમા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, લોક ડાયરો, સ્ટેન્ડ અપ કોમેડી શો, બેન્ડ પર્ફોર્મન્સ, ડીજે કિયારા, લેસર-ડ્રોન શો, આતશબાજી સહિત અનેક કાર્યક્રમો યોજવાના હતા. હવે પૂર્વ પીએમ મનમોહનસિંહના અવસાનને કારણે રદ કરવામાં આવ્યો છે.
ફલાવર શોની તારીખોમાં પરિવર્તન આવી શકે છે
અમદાવાદમાં કાંકરીયા કાર્નિવાલ (Kankaria Carnival) સાથે ફલાવર શો પણ થવાનો હતો.પરંતુ પૂર્વ વડાપ્રધાનના નિધન બાદ ફલાવર શોની તારીખોમાં પણ ફેરફાર થવાની સંભાવના રહેલી છે. AMCએ 1 જાન્યુઆરીથી ફલાવર શોની તારીખ જાહેર કરી હતી. આ ઉપરાંત અમદાવાદના નાગરિકો માટે કાંકરિયા પરિસરમાં સવારે વોક માટે મુલાકાતીઓને પ્રવેશ અપવામાં આવશે.
ગઈકાલે મનમોહન સિંહનું અવસાન થયું હતું
ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ (manmohan singh death) નું ગુરુવારે (26 ડિસેમ્બર) અવસાન થયું હતું. તેઓ 2004-14 દરમિયાન ભારતના વડાપ્રધાન હતા. કેન્દ્ર સરકારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ (manmohan singh death) ના નિધન પર સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. ડૉ. મનમોહન સિંહ (manmohan singh death) ના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકિય સન્માન સાથે કરવામાં આવશે. શુક્રવારે યોજાનાર તમામ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. શુક્રવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાશે જેમાં પૂર્વ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.ડૉ. મનમોહન સિંહ (manmohan singh death) ના પાર્થિવ દેહને દિલ્હીના મોતીલાલ નહેરુ માર્ગ પરના તેમના નિવાસસ્થાને રાખવામાં આવ્યો છે.