Puspa2: અભિનેતા અલ્લુ અર્જુનની પુષ્પા-2 (Puspa2) ફિલ્મના સ્ક્રિનિંગમાં નાસભાગને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડી(CM Revanth Reddy) એ તેલુગુ ફિલ્મ ઉદ્યોગને મળ્યા હતા. બેઠકમાં તેમણે તમામ એક્ટર, નિર્માતાઓ અને દિગ્દર્શકોને કહ્યું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને લઈને કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. આ ઘટના બાદ સરકાર અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી વચ્ચે થયેલા અણબનાવને લઈ આ બેઠક યોજવામાં આવી હતી.
સીએમ રેવન્ત રેડ્ડી તેલુગુ કલાકારો-નિર્માતાઓને મળ્યા
આ બેઠકમાં ફિલ્મ નિર્માતા સુરેશ બેબી, કેએલ નારાયણ, દામોદર, બીવીએસએન પ્રસાદ, ચિન્ના બાબુ, સુધાકર રેડ્ડી, ફિલ્મ દિગ્દર્શકો કોરાતલા સિવા, અનિલ રવિપુડી, કે. રાઘવેન્દ્ર રાવ, પ્રશાંત વર્મા, નાગાર્જુન, શિવા બાલાજી અને વેંકટેશે બેઠકમાં હાજરી આપી હતી.જ્યારે સરકાર તરફથી સીએમ રેવન્ત રેડ્ડી (CM Revanth Reddy) ઉપરાંત ડેપ્યુટી સીએમ મલ્લુ ભાટી વિક્રમાર્કા અને સિનેમેટોગ્રાફી મિનિસ્ટર કોમાતિરેડ્ડી વેંકટ રેડ્ડી પણ હાજર રહ્યા હતા.
કાયદો અને વ્યવસ્થા સાથે કોઈ બાંધછોડ નહીં થાઈ
આ મીટિંગમાં રેવન્ત રેડ્ડી (CM Revanth Reddy) એ તેલુગુ ફિલ્મ ઉદ્યોગને સમર્થનની ખાતરી આપતા કહ્યું કે ફિલ્મ ઉદ્યોગે પણ જવાબદારીપૂર્વક કામ કરવું જોઈએ. 4 ડિસેમ્બર જેવી ઘટના રાજ્યમાં ન બને તેનું ધ્યાન રાખવું જોઈએ.જ્યારે ફિલ્મ નિર્માતા દિલ રાજૂએ કહ્યું કે તમામ લોકોએ સાથે મળીને કામ કરવું જોઈએ. હૈદરાબાદ માત્ર ભારતીય સિનેમા માટે જ નહીં પરંતુ હોલીવુડની ફિલ્મો માટે પણ શૂટિંગ સ્થળ બનવું જોઈએ.