Accident: રાજ્યમાં અકસ્માતની વણજાર,ગોજારો અકસ્માત સર્જાતા બેના મોત

રાજ્યમાં આજે ફરી એક ગોજારો અકસ્માત થયો છે. ત્યારે મોડી રાત્રે  અમદાવાદ – રાજકોટ હાઈવે પર ભંયકર અકસ્માત થયો હતો. માળતી માહિતી અનુસાર આ અકસ્માત અમદાવાદ-રાજકોટ હાઈવે પર બાવળા બગોદરા વચ્ચે ભમાસરા ગામને નજીક અકસ્માત થયા હોવાની માહિતી સામે આવી રહી છે.ગોજારા અકસ્માત બાદ વાહનમાં એકા એક આગ લાગી હતી. આ આગમાં બે વ્યક્તિન મોત થયા હતા. જ્યારે અન્ય ત્રણ ઘાયલ થયા હતા. અકસ્માત બાદ આગ ફાટી નિકળતા ત્રણ આઈસર ટ્રક બળીને ખાખ થઇ ગઇ હતી.

ઈજાગ્રસ્તોને સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા

સમગ્ર ઘટના એવી હતી કે રાજકોટથી અમદાવાદ આવતા આઈસર ચાલકે કાબુ ગુમાવતા ટ્રક ડિવાઈડર કૂદી બીજા વાહનો સાથે અથડાઈ ગયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. તમામ ઈજાગ્રસ્તોને 108 મારફતે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.ગોજારો અકસ્માત રાત્રે સર્જાતા હાઈવે પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. અકસ્માત કરનાર આઈસર ડ્રાઈવર પેપર રોલ ભરીને જતો હોતો. આ આઈસર સીએનજી ટ્રક હોવાથી આગ લાગી ગઈ હતી. આ ઉપરાંત અન્ય બે આઈસર ટ્રકમાં ચોખા ભર્યા હતા.

સોમનાથ નેશનલ હાઈવે પર થોડા દિવસ પહેલા ગોઝારો માર્ગ અકસ્માત થયો હતો

ભાવનગર જીલ્લાના સોમનાથ નેશનલ હાઈવે પર સવારે ગોઝારો માર્ગ અકસ્માત થયો હતો. આ માર્ગ અકસ્માતમાં કૂલ 7 લોકોના મોત થયા હતા. આ અકસ્માત ત્રાપજ બાયપાસ નજીક બંધ પડેલા ડમ્પરની પાછળ ખાનગી બસ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ બાળકો, બે મહિલા અને એક પુરૂષનું મોત થયું હતું. આ ઉપરાંત અકસ્માતમાં 10થી વધુ લોકો ઘાયલ થયા હતા. જેમને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

 

Scroll to Top