Gujrat congress: અમદાવાદ શહેરની મણીનગર વિધાનસભા અને અમરાઈવાડી વોર્ડમાં આવેલ ખોખરા વિસ્તારમાં કે. કા શાસ્ત્રી કોલેજની સામે જયંતિ વકીલની ચાલીની બહાર આવેલ ડો. બાબાસાહેબ આંબેડકર (Dr. Babasaheb Ambedkar) ની પ્રતિમાને અસામાજિક તત્વો દ્વારા ખંડિત કરવામાં આવી હતી ડૉ. બાબાસાહેબ આંબેડકર (Dr. Babasaheb Ambedkar) ની પ્રતિમાને ખંડિત કરવાનો હીન પ્રયાસ કરનાર અસામાજિક તત્વોની પોલીસ તંત્ર ધરપકડ કરવામાં આવેલ છે. અને નવી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું અને નવી પ્રતિમાને કોંગ્રેસ (Gujrat congress) આગેવાનોએ પુષ્પાહાર કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસની મોવડી મંડળે નવી પ્રતિમાને પુષ્પાહાર કર્યું
થોડા દિવસ પહેલા બાબાસાહેબ આંબેડકર (Dr. Babasaheb Ambedkar) ની પ્રતિમાને બે લોકોએ ખંડિત કરી હતી. આ આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી ખોખરા પોલીસને આપ્યા હતા.ખોખરા પોલીસે આ આરોપીઓનું સરઘસ કાઢ્યું અને જાહેરમાં માફી મંગાવી હતી. હાલ, પોલીસે અન્ય ત્રણ આરોપીઓને પણ ઝડપી લીધા છે. ત્યારબાદ આ પ્રતિમાને દલિત આગેવાનોએ નવી મૂર્તિનું અનાવરણ કર્યું હતું.આ અનાવરણ બાદ અમદાવાદ શહેર કોંગ્રેસ (Gujrat congress) પ્રમુખ અને મોવડી મંડળે પ્રતિમાને પુષ્પાહાર કર્યા હતા. આ પ્રંસગે હિંમતસિંહ પટેલ એ સ્થાનિક આગેવાનો અને રહીશોએ જે શાંતિ અને સદભાવના રીતે જે આંદોલન કર્યું એ બદલ શુભકામના પાઠવી હતી.
આ પ્રંસગે કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા હતા
હિંમતસિંહ પટેલ, પ્રદેશ કોંગ્રેસ (Gujrat congress) પ્રવક્તા હિરેનભાઈ બેન્કર, મણિનગર વિધાનસભા કોંગ્રેસ પ્રભારી બળદેવભાઈ દેસાઈ, અમરાઇવાડી વોર્ડ કાઉન્સિલર અને AMC કોંગ્રેસ પક્ષ દંડક જગદીશભાઈ રાઠોડ, કોંગ્રેસ અગ્રણી ગણપતભાઈ પરમાર, દલસુખભાઈ પટેલ, મંગલસિંહ બુંદેલા, પંકજભાઈ સોલંકી, અમદાવાદ શહેર કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ ચેરમેન રણજીતસિંહ બારડ, અમદાવાદ શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ વિશાલ ગૂર્જર, ખોખરા વોર્ડ પ્રમુખ સમીરભાઈ પટેલ અને રમિંદરસિંહ બગ્ગાજી, અમરાઇવાડી વોર્ડ પ્રમુખ સત્યેન્દ્ર રાઠોડ સહિત કોંગ્રેસ આગેવાન કાર્યકર અને સ્થાનિક આગેવાનો, બહેનો અને યુવાનોએ હાજર રહ્યા હતા.