Mahakumbh 2025: આ વર્ષે પ્રયાગરાજમાં મહાકુંભ (Mahakumbh ) માં યોજાવાનો છે. તેને લઈ ઉત્તર પ્રદેશ રાજ્ય પ્રવાસન વિકાસ નિગમ લિમિટેડ PPP મોડ પર પ્રવાસીઓ અને ભક્તો માટે બે ફૂડ કોર્ટ તૈયાર કરી રહ્યા છે. પ્રથમ ફૂડ કોર્ટ (FOOD COURT) સીએમપી ડિગ્રી કોલેજની સામે લગભગ 25 હજાર ચોરસ ફૂટ જમીન પર બનાવવામાં આવશે. જેમાં આખા ભારતના વિવિધ ફૂડ હાજર હશે. તમને જણાવી દઈએ કે ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ પર મહાકુંભ (Mahakumbh ) યોજાઈ છે.
15 બાય 15 ચોરસ ફૂટની 25 દુકાનો હશે
આ ફૂડ કોર્ટમાં 15 બાય 15 ચોરસ ફૂટની 25 દુકાનો હશે.આ કોર્ટ પર ગુણાવત્તાયુકત ભોજન ઉપલબ્ધ થશે. આ મહાકુંભ (Mahakumbh ) માં વિશ્વભરમાંથી પ્રવાસીઓ આવવાના છે. તેના માટે આ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.જ્યારે બીજૂં ફૂડ કોર્ટ (FOOD COURT) પરેડ ગ્રાઉન્ડ ખાતે તૈયાર કરવામાં આવશે.મહાકુંભ (Mahakumbh ) માં ન માત્ર ભારત પરંતુ વિદેશમાંથી પણ લગભગ 40 થી 50 કરોડ ભક્તો આવવાના છે. કોઈપણ મહેમાનને ખરાબ અનુભવ ન થાઈ તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
ટેન્ટ માટે આ રીતે બુકિંગ કરો
IRCTC ટેન્ટ સિટી મોટી સંખ્યામાં મહેમાનોને હેન્ડલ કરવા માટે વિવિધ ટેન્ટ ઓપ્શન પ્રદાન કરશે. ટેન્ટ માટે રિઝર્વેશન IRCTC ની સત્તાવાર વેબસાઇટ www.irctctourism.com દ્વારા કરી શકાય છે. પ્રવાસીઓ તેમની પસંદગીની તારીખ અને આવાસ પસંદ કરી શકે છે. આ સાથે પ્રવાસીઓ વ્હોટ્સએપ અને ટોલ ફ્રી લાઇનના માધ્યમથી કસ્ટર કેર સર્વિસ પર ટેન્ટ સંબંધિત માહિતી મેળવી શકે છે.
સુરક્ષા માટે 50 હજાર જવાનો તૈનાત રહેશે
યોગી સરકાર મહાકુંભ (Mahakumbh ) 2025ની સુરક્ષા પર વિશેષ ધ્યાન આપી રહી છે. મેળાની સુરક્ષા માટે 50 હજારથી વધુ જવાનો તૈનાત રહેશે. આતંકવાદી ધમકીઓ, સાયબર હુમલાઓ, હુમલો ડ્રોન અને માનવ તસ્કરીનો સામનો કરવા માટે દરેક ખૂણે ખૂણે ડ્રોન તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસ કર્મચારીઓ ઘોડા પર સવાર થઈને સમગ્ર મેળા સંકુલમાં પેટ્રોલિંગ કરશે.