Una Bicycle Controversy: ઉનામાં વિદ્યાર્થીઓ સાથે અન્યાય, સરસ્વતી સાધના યોજના હેઠળ મળતી સાઈકલ કાટ ખાઈ ગઈ

Una Bicycle Controversy: ગુજરાતમાં ગરીબ બાળકો માટે રાજ્ય સરકાર સાયકલ (Bicycle) આપે છે. આ સાયકલો આપવા પાછળ સરકારનો હેતુ એ હોય છે કે ગામડાના બાળકો બાજૂના સ્કુલે ભણવા જઈ શકે. પરંતુ આ સાઈકલ (Bicycle) કાટ ખાઈ રહી છે.તો અમુક જીલ્લામાં ભષ્ટ્રાચારના કારણે સાઈકલ (Bicycle) સડી જાઈ છે.ત્યારે ઉનામાં વિદ્યાર્થીનીઓને આપવામાં આવનારી સાયકલો ખુલ્લા ગ્રાઉન્ડમાં કાટ ખાઈ રહી છે.આ સાયકલો (Bicycle) છેલ્લા 8 મહિનાથી ધૂળ ખાય રહી છે.

સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલો આપવામાં આવે છે

રાજ્ય સરકાર ગરીબ બાળકોને સરસ્વતી સાધના યોજના હેઠળ વિદ્યાર્થીનીઓને ઘરેથી શાળાએ આવવા જવા માટે ફાળવવામાં આવતી હોય છે. હવે 800 થી વધુ સાયકલો (Bicycle) ઉનાના કંસારી ગામના મંદિરના ગ્રાઉન્ડમાં ભંગાર હાલતમાં રાખવામાં આવેલી છે. આ માંથી કેટલીક સાઈકલ (Bicycle) ના ટાયરો ખરાબ થઈ ગયા છે અને કાટ પણ ખાય ગઈ છે.સાયકલ (Bicycle) ના મોટા ભાગના હિસ્સામાં કાટ લાગી ગયો છે જેને સાફ કરીને તેની ઉપર સિલ્વર કલર કરવામાં આવી રહ્યો છે. હવે આ સાયકલો (Bicycle) રિપેર કરીને શું વિદ્યાર્થીનીઓને આપવામાં આવશે? કોન્ટ્રાક્ટર દ્વારા ફરી આ હલકી કક્ષાની અને રિપેર કરેલી સાયકલો વિધાર્થીને વિતરણ કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. આ સાયકલો (Bicycle) નું વિતરણ કરવામાં આવ્યું હોય તો કદાચ સાયકલો (Bicycle) એક વર્ષ માટે વિદ્યાર્થીનીઓને પણ ઉપયોગમાં આવી હોત.

800 થી વધુ સાયકલો ભંગાર હાલતમાં જોવા મળી

હવે આ સાઈકલ (Bicycle) વિદ્યાર્થીનીઓને આપવામાં આવશે તો વિદ્યાર્થી ઉપયોગ કરી શકશે એ એક મોટો સવાલ છે.કારણ કે આ સાઈકલો (Bicycle) શાળા પ્રવેશોત્સવ વખતે આપવામાં આવે છે.પરંતુ શાળા પ્રવેશોત્સવ 2023ની સાયકલો (Bicycle) નું વિતરણ હવે થશે તો પણ આ સાયકલો કેટલો સમય ચાલશે એ એક મોટો સવાલ છે. મળતી માહિતી પ્રમાણે હલકી કક્ષાની અને રિપેર કરેલી સાયકલો (Bicycle) વિધાર્થીને વિતરણ કરવામાં આવશે.

 

Scroll to Top