iskcon temple: ઈસ્કોન મંદિર ફરી આવ્યું વિવાદમાં, પૂજારીઓ પર બ્રેઇન વોશ કરવાનો આક્ષેપ

iskeon temple: અમદાવાદનું ઈસ્કોન મંદિર ફરી વિવાદમાં આવ્યું છે. એસજી હાઇવે પર આવેલા ઇસ્કોન મંદિર (iskcon temple) ના પૂજારીઓ પર કથિત રીતે યુવતીનું બ્રેઇન વોશ કર્યાનો પિતાએ આરોપ લગાવ્યો હતો. પિતા આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં અરજી પણ કરી હતી. પિતાએ આરોપ લગાવ્યો હતો કે તેમની પુત્રી ઇસ્કોન મંદિર (iskcon temple) ના પૂજારીઓના કબજામાં છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે તેમની દીકરીને ગાંજો અને ડ્રગ્સ પણ આપવામાં આવી રહ્યું છે.આ મામલે યુવતીના પિતાએ હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરી હતી.

પિતા પુત્રી વચ્ચેનો કૌટુંબિક મામલો

ઈસ્કોન મંદિર (iskcon temple) પર લગાવેલા ગંભીર આરોપ પર હરેશ ગોવિંદ દાસે આરોપીને તદ્દન પાયાવિહોણો ગણાવ્યા છે. તેમણે કહ્યું આ પિતા પુત્રી વચ્ચેનો કૌટુંબિક મામલો છે. મંદિર સાથે કોઈ લેવા દેવા નથી. યુવતી કયા છે તે અંગે મંદિર પાસે કોઈ માહિતી નથી. કોર્ટ અને પોલીસ કાર્યવાહીમાં મંદિર પ્રશાસન તરફથી પૂરો સહકાર મળશે. મંદિર પાસે માહિતી પ્રમાણે યુવતી એ લગ્ન કરી લીધા છે. મંદિરમાં મોટી સંખ્યામાં દરરોજ ભક્તો આવતા હોય છે.

ગાંજો અને ડ્રગ્સ અપાતુ હોવાનો અરજીમાં ગંભીર આરોપ

અરજદારે તેમની પુત્રીને જીવનું જોખમ હોવાની અને તેને નિયમિત રીતે ગાંજો અને ડ્રગ્સ અપાતુ હોવાનો અરજીમાં ગંભીર આરોપ લગાવ્યો છે. હાઈકોર્ટે કેસની ગંભીરતાને ધ્યાને લઈને લાપતા યુવતીને હાઈકોર્ટ સમક્ષ હાજર કરવાનો હુકમ કર્યો હતો. હાઈકોર્ટે રાજ્ય સરકાર, અમદાવાદ શહેર પોલીસ કમિશનર, મેઘાણીનગર પોલીસ મથકના પીઆઈ અને ઈસ્કોન મંદિર (iskcon temple) સાથે નીલેશ નરસૈંયાદ દેશવાની, સુંદર મામા પ્રભુ, મુરલી મનોહર પ્રભુ, નારદમુની ઉર્ફે નિર્મોઈ મુરલી મનોહર પ્રભુ, અંકિતા સિંધી, હરિશંકરદાસ મહારાજ, અક્ષયતિથી કુમારી, મોહિત પ્રભુજી મહારાજ વિરૂદ્ધ કારણદર્શક નોટિસ જાહેર કરી છે.

ઇસ્કોન મંદિરમાં યુવતીઓનું બ્રેઇન વોશ કરાય છે

અરજદાર પિતાએ એવા પણ આક્ષેપ કર્યા હતા કે, ઇસ્કોન મંદિર (iskcon temple) માં યુવતીઓનું બ્રેઇન વોશ કરાય છે અને ધર્મના નામે આડંબર ચાલી રહ્યો છે. સુંદર મામા સહિતના પૂજારીઓ મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓનું એટલી હદે બ્રેઇન વોશ કરે છે કે, માતા-પિતા કરતાં પણ ગુરુ મહત્વના છે અને મંદિરમાં રહેતી 600 યુવતીઓ ગોપી છે અને તેઓ કૃષ્ણ સ્વરૂપે છે તેવું માનવા મજબૂર કરે છે.

 

Scroll to Top