congress: કોંગ્રેસની કારોબારી બેઠકમાં પરેશ ધાનાણી ગર્જ્યા, જાણો શું કહ્યું

local boday elaction: સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસ (congress) એક્શન મૂડમાં જોવા મળી રહી છે. અમરેલીમાં વિસ્તૃત કોંગ્રેસ (congress)  ની કારોબારી બેઠક મળી હતી. આ બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ (congress) ના કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, હરપાલસિંહ ચુડાસમા, પરેશ ધાનાણી સહીતના કાર્યકારો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ધાનાણીએ કાર્યકરોને સલાહ સૂચનો પણ આપ્યા હતા.તમને જણાવી દઈએ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજ અને આપ પાર્ટીએ તૈયારીઓ ચાલુ કરી દિધી છે. ત્યારે શંકરસિંહ વાઘેલાએ નવી પાર્ટી પણ આ ચૂંટણીમાં ઝપલાવાની છે.

અમરેલી યુવક વિસ્તૃત કોંગ્રેસની કારોબારી બેઠક મળી

આ બેઠકમાં પરેશ ધાનાણી યુવાઓને કહ્યું ભાજપના રાજમાં નિર્ભયા જેવા કાંડ થઈ રહ્યા છે.જનતાને મુશ્કેલી પડી રહી છે. પરંતુ ભાજપ સરકાર જનતા માટે કઈ કરી રહી નથી. યુવાનોને માર્ગદર્શન આપતા કહ્યું ખુબ ઓછા યુવાનોને કોંગ્રેસમાં પદ મળે છે. તેથી આ પદની ગરિમા રાખી કામ કરજો. કોંગ્રેસ (congress) પક્ષના વફાદર રહી કામ કરવાનું છે. ભાજપ વાળા અનેક ઓફર આપશે. પરંતુ બધા લોકોએ સાથે મળી જનતા માટે કામ કરવાનું છે. ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ કરતા કહ્યું કે ઝઘડિયામાં જે બાળકી પર ઘટના બની તે ખુબ દુ:ખ દાયક છે. કાઈની સાથે પણ આવું ન થવું જોઈએ.આ સરકારમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહ્યો નથી. રાજ્ય સરકારે લીયાની નિર્ભયાનો અવાજ ન સંભળાતા ભરૂચની દીકરી પર પાશવી બળાત્કાર થયો છે.નારી શક્તિ અવાજ ઉઠાવશે અને એ અવાજ કોંગ્રેસનો અવાજ હશે.

કોંગ્રેસ (congress) પાર્ટીના વફાદાર રહે તેવા વ્યક્તિઓને મત આપજો

લોકસભાની ચૂંટણી અને વાવ વિધાનસભાની ચૂંટણીમાં માત્ર વાવમાં 700 વોટનો જ ફરક રહ્યો હતો.ચૂંટણી વખતે ઈમાનદાર વ્યક્તિઓની પસંદગી કરજો જેથી પ્રજાના કામો કરે લોભ લાલચમાં ના આવે અને કોંગ્રેસ પાર્ટીના વફાદાર રહે તેવા વ્યક્તિઓને મત આપજો. કોંગ્રેસના આગેવાન અને બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરની વાત કોંગ્રેસના નેતા અને કાર્યકરો કેટલી ઉતારે છે તે તો હવે અગામી સમયમાં ખબર પડી જશે.

 

 

 

Scroll to Top