Gujarat Government: રાજ્ય સરકારે ફયુઅલ ચાર્જમાં યુનિટે 40 પૈસાનો કર્યો ઘટાડો, આપ પાર્ટીના આ ધારાસ્ભ્યએ ઉઠાવ્યો વાંધો

Gujarat Government: રાજ્યના નાગરિકોને રાહત મળે તે માટે સરકારે પ્રજાના હિત માટે નિર્ણય લીધો છે.ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ ફ્યુઅલ ચાર્જમાં ઘટાડો કરવાની મોટી જાહેરાત કરી છે. સરકારે આ ફયુઅલ ચાર્જમાં યુનિટ દીઠ 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડાથી રાજ્યની પ્રજાને ફાયદો થશે. ફયુઅલ ચાર્જમાં 40 પૈસાનો ઘટાડો કરતા રાજ્યની તિજોરી પર 1120 કરોડનું ભારણ વધવાનું છે.

ફયુઅલ ચાર્જમાં યુનિટ દીઠ 40 પૈસાનો ઘટાડો

ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ માહિતી આપી હતી કે રાજ્યના 12 હજાર ગામમાં દિવસે ખેડુતોને વીજળી મળ છે.સવારે 5 થી 1 અને સવારે 8 થી 4 વાગ્યાના આમ બે સ્લોટમાં વીજળી આપવાની છે. જ્યારે સમગ્ર રાજ્યના 4 ટકા ગામ વીજળીથી વિહોણા છે. આ ઉપરાંત 17 હજાર 193 ગામમાં વીજળી આપવામાં આવે છે. રાજ્યમાં માત્ર 632 ગામોમાં કિસાન સૂર્યોદય યોજના લાગુ કરવામાં આવી નથી. બનાસકાંઠા અને દ્વારકાના કેટલાક ગામોમાં સૂર્યોદિય યોજના બાકી છે.

ગુજરાતની જનતાનો મજાક ઉડાવ્યો છે

ફયુઅલ ચાર્જમાં યુનિટ દીઠ 40 પૈસાનો ઘટાડો પર આમ આદમી પાર્ટીએ વાંધો ઉઠાવ્યો હતો.આપના ધારાસભ્ય ઉમેશ મકવાણા (MLA UMESH MAKVANA) એ કહ્યું ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ માત્ર 40 પૈસાનો નજીવો ઘટાડો કરીને ગુજરાતની જનતાનો મજાક ઉડાવ્યો છે.ઉર્જા મંત્રીને વિનંતી છે કે પંજાબમાં 300 યુનિટ વીજળી મફત આપવામાં આવી રહી છે અને દિલ્હીમાં છેલ્લા સાત વર્ષથી 200 યુનિટ મફત વીજળી આપવામાં આવી રહી છે, તેવી જ રીતે ગુજરાતની જનતાને પણ 200 થી 300 યુનિટ વીજળી મફતમાં આપવામાં આવે.

 

 

Scroll to Top