Jasprit Bumrah: ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટરે બુમરાહની બોલિંગ એક્શન પર ઉઠાવ્યા સવાલ, મેલબોર્ન ટેસ્ટ પહેલા તપાસની માંગ

Jasprit Bumrah Bowling Action: ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બોલર અને વાઇસ કેપ્ટન જસપ્રિત બુમરાહે (Jasprit Bumrah) બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો સામે તબાહી મચાવી છે. બુમરાહે (Jasprit Bumrah) ત્રણ મેચમાં 20થી વધુ વિકેટ લીધી છે. હાલમાં વિશ્વના નંબર 1 ટેસ્ટ બોલર બુમરાહે (Jasprit Bumrah) ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોને ખૂબ જ પરેશાન કર્યા છે. ઓસ્ટ્રેલિયાના મોટા દિગ્ગજો પણ તેની બોલિંગના પ્રશંસક છે. જોકે, મેલબોર્નમાં રમાનારી ચોથી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાના આ દિગ્ગજ ખેલાડી પર ગેરકાયદે બોલિંગ એક્શનનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

મેલબોર્ન ટેસ્ટ પહેલા તપાસની માંગ કરી  

મેલબોર્ન ટેસ્ટ પહેલા બુમરાહ (Jasprit Bumrah) ની બોલિંગ એક્શનને લઈને ચર્ચા ખુબ ચર્ચા થઈ રહી છે. ઓસ્ટ્રેલિયાના અનુભવી ક્રિકેટ બ્રોડકાસ્ટર ઈયાન મોરિસે બોલિંગ એક્શન પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે x પર પોસ્ટ કરતા લખ્યું ભારતીય ફાસ્ટ બોલર બુમરાહ (Jasprit Bumrah) ની બોલીંગ પર કોઈએ સવાલ કેમ ન ઉઠાવ્યા? બુમરાહ (Jasprit Bumrah) ને હાથની એક્શનનું વિશ્લેષણ કરવું જોઈએ.આ પહેલીવાર નથી જ્યારે બુમરાહ (Jasprit Bumrah) ની બોલિંગ એક્શન પર સવાલ ઉઠાવવામાં આવ્યા હોય. અગાઉ બુમરાહ (Jasprit Bumrah) ને તેની અનોખી એક્શનને કારણે આવી બાબતોનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે બુમરાહે (Jasprit Bumrah) પર્થ ટેસ્ટમાં પ્રથમ દાવમાં પાંચ વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાને 104 રનમાં આઉટ કરી દીધું ત્યારે તેની બોલિંગ એક્શનને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ હતી.

જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર

જસપ્રીત બુમરાહે (Jasprit Bumrah) બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રણ મેચની 6 ઇનિંગ્સમાં 21 વિકેટ ઝડપી છે. ગાબા ટેસ્ટ દરમિયાન તે ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર પણ બન્યો છે. અત્યાર સુધી તેણે ઓસ્ટ્રેલિયામાં 20 ઇનિંગ્સમાં કુલ 53 વિકેટ લીધી છે. બુમરાહે આ મામલે દિગ્ગજ કપિલ દેવનો રેકોર્ડ તોડી નાખ્યો છે. કપિલ દેવે ઓસ્ટ્રેલિયામાં 51 ટેસ્ટ વિકેટ લીધી હતી.

Scroll to Top