The Union Ministry of Education: કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે.કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે નો ડિટેન્શન પોલિસી નાબૂદ કરી દીધી છે. હવે ધોરણ 5 અને 8ની વાર્ષિક પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થી (student) ઓને નાપાસ જાહેર કરવામાં આવશે. અસફળ વિદ્યાર્થી (student) ઓને બે મહિનામાં ફરી પરીક્ષા આપવાનો મોકો મળશે. પરંતુ જો તેઓ ફરી નિષ્ફળ જશે તો તેમને આગળના ધોરણમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. શાળા ધોરણ 1 થી 4 સુધી કોઈપણ વિદ્યાર્થીને નાપાસ કરાશે નહીં. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે નો ડિટેન્શન પોલિસી’ નાબૂદ કરીને લાંબા સમયથી ચાલતી સિસ્ટમમાં ફેરફાર કર્યો છે. આ નિર્ણય બાદ હવે ધોરણ 5 અને 8ની વાર્ષિક પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થી (student) ઓ નાપાસ કહેવાશે.
ધોરણ 5 અને 8માં નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન નહીં મળે
આ નવી નીતિનો ઉદ્દેશ્ય છે કે વિદ્યાર્થી (student) ઓની શીખવાની ક્ષમતામાં સુધારો કરવાનો છે અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રદર્શનમાં સુધારો લાવવાના હેતુથી મંત્રાલયે નો ડિટેન્શન પોલિસી નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે. આ નીતિની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી, પરંતુ હવે નવી સિસ્ટમ હેઠળ ધોરણ 5 અને 8માં વાર્ષિક પરીક્ષામાં વિદ્યાર્થી (student) ઓને નાપાસ કરવામાં આવશે.નાપાસ થયેલા વિદ્યાર્થી (student) ઓને બે મહિનામાં ફરીથી પરીક્ષા આપવાની તક મળશે. જો ફરી પણ વિદ્યાર્થી (student) ઓ નાપાસ થશે તો તેને આગળના વર્ગમાં બઢતી આપવામાં નહીં આવે.જો કે સરકારે એ પણ સ્પષ્ટતા કરી છે કે ધોરણ 8 સુધી કોઈપણ વિદ્યાર્થી (student) ઓને શાળામાંથી કાઢી મૂકવામાં આવશે નહીં.
નાપાસ થશે તો તેને આગળના વર્ગમાં બઢતી આપવામાં નહીં આવે
શિક્ષણ મંત્રાલયના સચિવ સંજય કુમારે જણાવ્યું હતું કે બાળકોના શિક્ષણ પરિણામોમાં સુધારો કરવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે બાળકોની શીખવાની ક્ષમતામાં ઘટાડો રોકવા માટે આ પગલું જરૂરી માનવામાં આવે છે. કારણ કે આ શિક્ષણને મૂળભૂત શિક્ષણ માનવામાં આવે છે. આ નવી નીતિ સાથે વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંનેને અભ્યાસ પ્રત્યે વધુ જવાબદાર બનશે.