Khyati Hospital: ખ્યાતિકાંડ બાદ સરકાર જાગી,PMJAYને લઈ નવી SOP જાહેર

Khyati Hospital: ખ્યાતિ હોસ્પિટલ (Khyati Hospital )કાંડ બાદ સરકાર એકા એક જાગી છે. ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે (ruskish patel) પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)ની નવી સ્ટાનડર્ડ ઓપરેટિગ પ્રોસિજરની જાહેરાત કરી છે. નવી sop પ્રમાણે આ યોજના સાથે જોડાયેલી હોસ્પિટલમાં હ્રદય રોગના નિષ્ણાંત ડૉકટરને ફૂલટાઈમ રાખવા પડશે.જો એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી જે દર્દીની કરવામાં આવે તેના પરિવારજનો ઉપરાંત આરોગ્ય વિભાગને પણ પુરાવા રૂપે સીડી આપવાની રહેશે.

હ્રદય રોગના નિષ્ણાંત ડૉકટરને ફૂલટાઈમ રાખવા પડશે

નવી SOPમાં ઈમરજન્સી કેસમાં હોસ્પિટલને માત્ર એન્જિયોપ્લાસ્ટીની જ મંજૂરી આપવાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત હોસ્પિટલમાં કાર્ડિયાક ઓપરેશન થિયેટર હોવું ફરિજયાત છે. જ્યારે હ્રદયરોગની સારવાર માટેની હોસ્પિટલમાં ઓછામાં ઓછા બે વેન્ટિલેટર સાથેના ICU ફરજિયાત બનાવાયા છે. તો આ ICU સેન્ટ્રલ ઓક્સિજન સિસ્ટમ સાથે કાર્યરત હોવા જોઈએ તેવી પણ જોગવાઈ નવી SOPમાં કરવામાં આવી છે.

પરિવારજનોને પુરાવા રૂપે સીડી આપવાની રહેશે

 

નવી SOPમાં હોસ્પિટલોએ ફૂલટાઈમ કાર્ડિયાક એનેસ્થેટિક રાખવા પડશે. આ સિવાય હોસ્પિટલોએ ફૂલટાઈમ ફિઝીયોથેરાપિસ્ટ રાખવા આવશ્યક રહેશે. ઈમરજન્સીમાં ફક્ત કાર્ડિયોલોજીની સેવાઓ આપતા સેન્ટર એન્જિયોપ્લાસ્ટી કરી શકશે. એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટિીની CD પ્રિ-ઓથ સમયે અપલોડ કરવી પડશે. ઈમરજન્સીના કેસમાં CD-વીડિયોગ્રાફી સારવાર બાદ અપલોડ કરવાની રહેશે. કેન્સરની વિવિધ સારવાર માટે રાજ્ય સરકારે બનાવી નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. કેન્સરની સારવાર માટે TBC દર્દીનો ટ્રીટમેન્ટ પ્લાન નક્કી કરશે. ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટ અપલોડ કરવાનું ફરજીયાત રહેશે.

 

 

Scroll to Top