– બાબા સાહેબ આંબેડકરના લીધે આજે દરેક વર્ગના લોકોને બોલવાનો અધિકાર મળ્યો
– બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ ખંડિત કરવાવાળાની ધરપકડ કરી ઝુલુસ અને સરઘસ કાઢવામાં આવે
– આંબેડકરની મૂર્તિને ખંડિત કરવામાં આવીએ દુઃખદ ઘટના
Babasaheb Ambedkar: સંસદમાં ભાજપના એક નેતાએ બાબાસાહેબ આંબેડકર (Babasaheb Ambedkar) વિરુદ્ધ નિવેદન આપ્યા બાદ ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં બાબાસાહેબ આંબેડકર (Babasaheb Ambedkar) ના નામને લઈ વિવાદ થઈ રહ્યો છે.હવે આ વિવાદમાં નવો વળાંક આવ્યો છે. અમદાવાદમાં બાબાસાહેબ આંબેડકર (Babasaheb Ambedkar) ની એક પ્રતિમાને ખંડિત કરવામાં આવી છે. આ ખંડિત પ્રતિમાને લઈ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ પર આક્ષેપ કર્યા હતા.
મૂર્તિ ખંડિત કરવાવાળાની ધરપકડ કરી ઝુલુસ અને સરઘસ કાઢવામાં આવે
અમદાવાદમાં બાબાસાહેબ આંબેડકર (Babasaheb Ambedkar) ની પ્રતિમાને ખંડિતને લઈ ઈશુદાન ગઢવીએ કહ્યું બાબાસાહેબ (Babasaheb Ambedkar) ની મૂર્તિને ખંડિત કરીને તમે કોને ઠેસ પહોંચાડવા માંગો છો અને શું સાબિત કરવા માંગો છો? હું કહેવા માંગીશ કે બાબાસાહેબ (Babasaheb Ambedkar) ફક્ત દલિતોના ભગવાન નથી, પરંતુ તમામ ગરીબો, વંચીતો, શોષીતો અને અમીરોને પણ હક અને અધિકાર આપનાર વ્યક્તિ બાબા સાહેબ આંબેડકર છે. તેમણે વધુમાં કહ્યું ઊંચી કોલર રાખીને લોકશાહીમાં જીવી રહ્યા છીએ તે બાબા સાહેબની દેન છે.અમારી માંગ છે કે આ ઘટનાના આરોપીની ધરપકડ કરીને તેનો જાહેરમાં ઝુલુસ કાઢવામાં આવે. આ આરોપીને એવી કડકમાં કડક સજા કરવામાં આવે કે ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ બાબા સાહેબ આંબેડકર (Babasaheb Ambedkar) ની સાથે સાથે બીજા કોઈ પણ મહાપુરુષોની મૂર્તિને ખંડિત કરવાનું કોઈ વિચારી પણ ન શકે.
આંબેડકરના લીધે આજે દરેક વર્ગના લોકોને બોલવાનો અધિકાર મળ્યો
બાબાસાહેબ આંબેડકર (Babasaheb Ambedkar) ની પ્રતિમા ખંડીત થતા સમગ્ર વિવાદ વધી રહ્યો છે. આ મુદ્દે કોગ્રેસના નેતા ઘટના સ્થળ પર પહોંચ્ચી સમગ્ર ઘટનાને વખોડી કાંઠી હતી.આ ઉપરાંત સ્થાનિક લોકો પહોચ્ચીં હલ્લા બોલ મચાવ્યો હતો. અગ્ર નારા સાથે લોકોએ સમગ્ર ઘટનાની તાપસ કરી આરોપીને શોધી કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી.