local body election: સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે. અંદાજીત આ ચૂંટણી ફેબ્રુઆરી મહિનામાં યોજાવાની છે.ત્યારે ભાજપ કોંગ્રેસ સહીત પાર્ટીએ તૈયારીઓ ચાલુ કરી દિધી છે. જ્યારે શંકર સિંહ વાઘેલાની નવી પાર્ટી જન શક્તિ ડેમોક્રેટિક પાર્ટી પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી (local body election) લડવા મેદાને ઉતરવાની છે. ત્યારે આવનારા સમયમાં કોઈ પાર્ટી ચૂંટણીમાં બાજી મારશે તે તો સમય નક્કી કરશે.
આમ આદમી પાર્ટી આ ચૂંટણી માટે સંપૂર્ણ રીતે સજ્જ
હવે નજીકના સમયમાં સ્થાનિક સ્વરાજ (local body election) આવી રહી છે. જેને લઈને આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) એ ગુજરાત પ્રદેશની સમિક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી (local body election) અંતર્ગત પ્રદેશ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આવનારા સમયમાં જેટલી પણ નગરપાલિકાઓની ચૂંટણીઓ જાહેર થવાની છે, તે તમામ માટે અમે અત્યારથી જ ઉમેદવારોની પસંદગીની કામગીરી શરૂ કરી દીધી છે. અમે સ્પષ્ટપણે માનીએ છીએ કે આમ આદમી પાર્ટી આવનારી ચૂંટણીમાં ભાજપને હરાવી શકે છે. આમ આદમી પાર્ટી લોકોના મુદ્દાઓ ઉઠાવે છે અને લોકોના મુદ્દાઓ માટે લડત લડે છે માટે અમને સ્પષ્ટપણે વિશ્વાસ છે કે આવનાર ચૂંટણીમાં ગુજરાતના લોકો આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) ને જબરદસ્ત સમર્થન આપશે.
ગુજરાતના લોકો આમ આદમી પાર્ટીને જબરદસ્ત સમર્થન આપશે
આ બેઠકમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, સ્થાનિક સ્વરાજ ચૂંટણી પ્રભારી ગોપાલ ઇટાલીયા, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા, ધારાસભ્ય ચૈતર વસાવા, ધારાસભ્ય હેમંત ખવા અને સૌરાષ્ટ્ર પૂર્વજન ના કાર્યકારી પ્રમુખ રાજુભાઈ સોલંકી સહિત તમામ પ્રદેશ પદાધિકારીઓ, જીલ્લા પ્રમુખો, જીલ્લા પ્રભારીઓ, મોર્ચા પ્રમુખો, લોકસભા પ્રભારીઓ, તથા તાજેતરમાં અલગ અલગ નગરપાલિકાના ચૂંટણીઓ માટે નિયુક્તિ આપવામાં આવેલ ચૂંટણી પ્રભારી તથા ચૂંટણી સહ પ્રભારીઓ હાજર રહ્યા હતા.