- ચૂંટણીમાં ધનશક્તિ કરતા જનશક્તિ મોટી છે તે તમે લોકસભાની ચૂંટણીમાં જોયું..
- વિધાનસભાના અધ્યક્ષે પ્રોટોકોલ તોડવો પડ્યો હતો
- લોભ લાલચમાં ન આવતા કોંગ્રેસ પાર્ટીના વફાદાર રહજો
local body election: ગુજરાતમાં અગામી સમયમાં સ્થાનિક સ્વરાજ (local body election) ની અને નગરપાલિકાની યોજાવાની છે. આ ચૂંટણીને લઈ ભાજપ કોંગ્રેસ (congress) અને આમ આદમી પાર્ટીએ તૈયારી ચાલુ કરી છે. જ્યારે ગુજરાતમાં આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી (local body election) માં શંકરસિંહ વાઘેલાની નવી પાર્ટી જન શક્તિ ડેમોક્રેટિક પાર્ટી પણ ચૂંટણીમાં ઉતરવાની છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી (local body election) ચતુષ્કોણય બનવાની છે.
ચૂંટણીમાં ધનશક્તિ કરતા જનશક્તિ મોટી
ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણી (local body election) ની તૈયારી ચાલુ કરી દિધી છે. હવે કોંગ્રેસ (congress) આ ચૂંટણીને લઈ એક્શનમાં આવી ગઈ હોય તેવું લાગે છે. ગઈ કાલે થરાદમાં નગરપાલિકાની ચૂંટણીલક્ષી બેઠકમાં ગેનીબેન ઠાકોરે કાર્યકર્તાઓને સલાહ સૂચનો આપ્યા હતા. તેમણે કહ્યું ચૂંટણીમાં ધનશક્તિ કરતા જનશક્તિ મોટી છે. તે આપણે લોકસભામાં તમામ લોકોએ જોયું. વાવ વિધાનસભાની ચૂંટણીમાં ખુદ પોલીસ દારૂ પહોંચાડતી હતી.આ ઉપરાંત બંને પ્રમુખો મેદાનમાં ઉતર્યા હતા. વિધાનસભાના અધ્યક્ષે પણ પ્રોટોકોલ તોડવો પડ્યો હતો.
કોંગ્રેસ પાર્ટીના વફાદાર રહે તેવા વ્યક્તિઓને મત આપજો
લોકસભાની ચૂંટણી અને વાવ વિધાનસભાની ચૂંટણીમાં માત્ર વાવમાં 700 વોટનો જ ફરક રહ્યો હતો.ચૂંટણી વખતે ઈમાનદાર વ્યક્તિઓની પસંદગી કરજો જેથી પ્રજાના કામો કરે લોભ લાલચમાં ના આવે અને કોંગ્રેસ (congress) પાર્ટીના વફાદાર રહે તેવા વ્યક્તિઓને મત આપજો. કોંગ્રેસ (congress) ના આગેવાન અને બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરની વાત કોંગ્રેસ (congress) ના નેતા અને કાર્યકરો કેટલી ઉતારે છે તે તો હવે અગામી સમયમાં ખબર પડી જશે.