Patidar: પાટીદાર (Patidar) અગ્રણી અને SPG રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ ફરી સક્રિય થયા છે. પાટીદાર સમાજના વિવિધ પ્રશ્નોને લઈ સાબરકાંઠાના ઈડર તાલુકાના રતનપુર ગામે લાલજીભાઈ પટેલ (Laljibhai Patel) નાઅધ્યક્ષસ્થાને લગ્ન નોંધણી સુધારાની SPGની ભવ્ય મીટીંગ યોજાઈ હતી. જેમા પાટીદાર (Patidar) સમાજને લગતા વિવિધ મુદ્દા પર તપાસ કરવામાં આવી છે.
પાટીદાર સમાજના વિચારણાના વિવિધ મુદ્દા
– છેલ્લા ઘણા સમયથી લગ્ન નોંધણીના કાયદાને લઈ ચાર મુદ્દા પર લડાઈ ચાલી રહી છે.મીટીંગમાં નિર્ણય બાદ આંદોલન ચાલુ કર્યું છે. જો અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો ગુજરાતના દરેક જીલ્લામાં સર્વે સમાજના આગેવાનેના સહકારથી કલેક્ટરને આવેદન પત્રો આપવામાં આવશે. આ ઉપરાંત સર્વે સમાજની 51 આગેવાનોની ટીમ મુખ્યમંત્રીને રૂબરૂ મળી રજૂઆત પણ કરવામાં આવશે. આ છતા માંગ સ્વીકારવામાં નહીં આવે તો ગાંધીનગર ખાતે હજારો માણસો ભેગા થઈ ગાંધીચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન પણ કરીશું.
– સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાના અને તાલુકાના ગામે ગામમાં SPGની મીટીંગો કરી SPG રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ (Laljibhai Patel) ની વિચારધારા સાથે લાઈફ ટાઈમ મેમ્બરશિપથી માહિતગાર કરવા. લાઈફ ટાઈમ મેમ્બરશિપના માધ્યમથી SPG સાથે જોડી સંગઠનને વધુમાં વધુ મજબૂત કરવાનો હેતુ છે.
– આગામી સમયમાં SPG અને સર્વે સમાજની કમિટી દ્વારા સમગ્ર ગુજરાતમાં દરેક ઝોન વાઈઝ લગ્ન નોંધણી સુધારા અભિયાનને લઇ સમાજને જાગૃત કરવા માટે મોટા કાર્યક્રમો કરવામાં આવશે