Weather Update: રાજ્યમાં ઠંડી સાથે વરસાદની આગાહી, આ વિસ્તારમાં માવઠાની આશંકા

રાજ્યમાં ઠંડીની સાથે સાથે હવામાન વિભાગ દ્વારા વાતાવરણમાં પલટાની આગાહી કરી છે.હવામાન વિભાગે કડકડતી ઠંડી વચ્ચે રાજ્યમાં વરસદન આગાહી પણ કરી છે. રાજ્યમાં ભર શિયાળીએ વરસાદની આગાહી આવતા ખેડુતોની ચિંતામાં વધારો થયો છે. રાજ્યમાં અગામી 27 અન 28 ડિસેમ્બરે હવામન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છ.

રાજ્યના આ વિસ્તારમાં વરસાદ પડી શકે છે

રાજ્યમાં સૌવથી વધુ વરસાદની આગાહી સૌરાષ્ટ્રના મોરબી,જામનગર,દ્વારકા અને પોરબંદરમાં હવામાન વિભાગે આગાહી કરી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી,મહેસાણા અને પાટણમં પણ હળવા વરસાદની આગાહી કરીછે.

અગામી પાંચ દિવસમાં ઠંડીમાં વધારો

દક્ષિણ ગુજરાતના મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, દમણ, નવસારી, તાપી અને વલસાડમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાંથી આવતા ભેજ અને ટ્રફના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ ઠંડીની આગાહી પણ કરાઈ છે. ત્રણ દિવસ બાદ તાપમાન 1-2 ડિગ્રી ઊંચકાશે.

અંબાલાલ પટેલે આ આગાહી કરી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં મોટા ફેરફારોની આગાહી કરી છે. તેમના મતે રાજ્યમાં હાલમાં અનુભવાતી ઠંડી હજુ પણ વધશે અને તાપમાનમાં ઘટાડો થશે. જોકે, આ સાથે જ માવઠાની પણ શક્યતા છે.અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, 21 ડિસેમ્બર બાદ ઠંડી પડવાની શક્યતા છે. આ સાથે જ સવારના ભાગમાં બર્ફીલા પવનો ફૂંકાશે. તારીખ 23 અને 24 દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે.

 

 

Scroll to Top