Mufasa The Lion King: ડિઝની પ્લસ હૉટસ્ટારની ફેમસ ફિલ્મ ‘ધ લાયન કિંગ (Mufasa The Lion King) ની સિક્વલ ‘મુફાસા ધ લાયન કિંગ (Mufasa The Lion King) એ ભારતીય બૉક્સ ઑફિસ પર પહેલાં દિવસે 10 કરોડ રૂપિયાની કમાણી સાથે ધમાકેદાર શરુઆત કરી છે. આ આંકડો 2019માં ‘ધ લાયન કિંગની પહેલાં દિવસની કમાણીના લગભગ 80 ટકા છે. ભારતમાં આ ફિલ્મને લઈને લાંબા સમયથી બઝ બનેલું હતું. જ્યાં ઘણાં દેશોમાં મુફાસાએ પોતાની ગત ફિલ્મની કમાણી જેટલી કમાણી કરી છે. ભારતમાં પહેલાં દિવસે શાનદાર કલેક્શન કર્યું છે.
મુફાસાએ પુષ્પા 2ને જોરદાર ટક્કર આપી
ફોટો રિયાલિસ્ટિકલી એનિમેટેડ ફિલ્મ ‘મુફાસાઃ ધ લાયન કિંગ’ ભારતમાં ઘણી ભાષાઓમાં રિલીઝ થઈ છે. હિન્દી વર્ઝનમાં શાહરૂખ ખાન અને તેલુગુ વર્ઝનમાં મહેશ બાબુની અવાજથી કહાનીને શાનદાર રીતે રજૂ કરવામાં આવી છે. સેક્નિલ્ક અનુસાર, મુફાસાએ પહેલાં દિવસે ભારતમાં તમામ ભાષાઓમાં લગભગ 10 કરોડની કમાણી કરી. વળી, પહેલાં દિવસની કમાણી જોતાં અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, ‘મુફાસા (Mufasa The Lion King) અલ્લુ અર્જુનની પુષ્પા 2ને જોરદાર ટક્કર આપી શકે છે. પહેલાં દિવસનું કલેક્શન જોઈ આશા લગાવી શકાય છે કે, ફિલ્મ મુફાસાની કમાણીમાં શનિવાર અને રવિવારે વધારો થઈ શકે છે. વળી, શાહરૂખ ખાન સિવાય હિન્દી વર્ઝનમાં સંજય મિશ્રા, શ્રેયસ તળપદે જેવા દિગ્ગજ કલાકારોએ પણ પોતાનો અવાજ પુંબા અને ટિમોન જેવા પાત્રને આપ્યોછે. આ જ કારણે હિન્દીમાં ફિલ્મને ભારતમાં સારી કમાણી થઈ રહી છે.
પુષ્પા 2ની 17માં દિવસે કમાણી
અલ્લુ અર્જુનની બ્લોકબસ્ટર ફિલ્મ પુષ્પા 2ને રિલીઝ થયાને 17 દિવસ થઈ ગયા છે. આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 16 દિવસમાં 1000 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. હવે જ્યારે વીકએન્ડની રજાઓ આવી ગઈ છે, ત્યારે શક્ય છે કે ફિલ્મની કમાણી ફરી વધી શકે છે.જો કે છેલ્લા 2-3 દિવસમાં ઘટી હતી.હવે આ વીકએન્ડમાં બાહુબલી 2નો રેકોર્ડ પણ તૂટી શકે છે. ફિલ્મની 17મા દિવસની કમાણી સાથે સંબંધિત પ્રારંભિક આંકડાઓ પણ સામે આવ્યા છે.