Congress: અમિત ચાવડાએ ઝઘડિયા દુષ્કર્મ પીડિતાની મુલાકાત લીધી, સરકારને ચીમકી આપતા કહ્યું…..

Congress: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી દુષ્કર્મની ઘટના સતત વધી રહી છે. થોડા દિવસ પહેલા પરપ્રાંતીય યુવતી સાથે ઝઘડિયામાં દુષ્કર્મ થયું હતું. આ દુષ્કર્મના પડઘા માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં પડ્યા હતા.આ પડઘા પડ્યા બાદ અમિત ચાવડા (Amit Chavda) એ દુષ્કર્મ પીડિતાની મુલાકાત લઈ તેની સ્થિતિ જાણી હતી.

આ દુષ્કર્મની ધટના દુર્ભાગ્યપૂર્ણ

આ પ્રંસગે અમિત ચાવડા (Amit Chavda) એ મીડિયાને સંબોધતા કહ્યું પરપ્રાંતીય જ નહિ પણ ગુજરાતીઓ પણ અસુરક્ષિત છે. આ દુષ્કર્મની ધટના દુર્ભાગ્યપૂર્ણ છે દસ વર્ષની માસુમ દિકરી પર જે રીતે બર્બરતા સાથે બળાત્કાર કરવામાં આવ્યો છે. દીકરીની હત્યા થઈ જાય એવી માનસિકતા સાથે ઈજા પહોંચાડવામાં આવી છે.દીકરીની હોસ્પિટલમાં હાલત જોઈને ખરેખર કાળજુ કંપી જાય તેવી માસુમ દિકરી પર બર્બરતાથી અને આટલી હેવાનિયતથી કરવાનું કોઈનો વિચાર સુધ્ધા પણ કેવી રીતે આવી શકે. આજે ડોક્ટર સાથે પણ વાત થઈ તે ડોક્ટર પ્રયત્ન કરે છે હજુ પણ દીકરી વેન્ટિલેટર પણ છે અને આપણે બધા જ પ્રાર્થના કરીએકે દીકરી સાજી સમી હસ્તી ખેલતી ફરી પાછી એની પરિવાર સાથે પહોંચે. છેલ્લા એક જ વર્ષના આપણે દાખલા જોઈએ તો દાહોદમાં પણ આવી જ એક માસુમ દિકરી પર બળાત્કાર થાય છે એની હત્યા થાય છે. સુરેન્દ્રનગરમાં પણ આવું માસુમ દિકરી પર બળાત્કાર થયો છે. વડોદરામાં પણ નવરાત્રીમાં જ એક દીકરી પર બળાત્કાર થયો છે. સુરતમાં પણ આવા બનાવ બને છે અને અનેક આવી ફરિયાદો અને બળાત્કારની ઘટનાઓ વારંવાર આપણા બધાના ધ્યાનમાં આવે છે. આખા સમાજને ઢંઢોળી નાંખે, કાળજું હથમચાવી નાખે એવી ઘટનાઓ જ્યારે બને ત્યારે લોકોનો પોલીસ પ્રશાસન અને સરકાર પરથી વિશ્વાસ પણ ડગી જાય છે.

આરોપીને કડકમાં કડક ફાંસીની સજા થાય

ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાંગી છે ગુજરાતમાંબધી જ રીતના ગુનેગારો અસામાજિક તત્વો, બુટલેગારો અને બળાત્કારીઓ, ખાનીજ માફિયાઓ બેફામ થયા છે. રોજ એવી ઘટનાઓ આપણે ટીવી મીડિયાના માધ્યમથી જોઈએ ત્યારે સરકારને વિનંતી છે કે ગુજરાતમાં કાયદાનું શાસન પ્રસ્થાપિત થાય આવા બળાત્કારીઓ ફરી કોઈ પણ જાતના ખરાબ કૃત્યો કરવાનો વિચાર શુદ્ધા પણ ના આવે એવો પોલીસને પ્રશાસનનો ડર ઉભો થાય અને ખાસ કરીને આ ગુનામાં જે પણ આરોપી છે. કડકમાં કડક ફાંસીની સજા થાય અને દાખલા રૂપ ઝડપથી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલીને દાખલા રૂપ સજા થાય તો ભવિષ્યમાં કોઈ આવો વિચાર સુધ્ધા ન કરે એવું કડક કાયદાનું શાસન પ્રસ્થાપિત થાય એવી સરકારને વિનંતી.

કોંગ્રસના આ નેતા હાજર રહ્યા

આ મુલાકાતમાં અમિત ચાવડા, ગુજરાત કોંગ્રેસ (Amit Chavda) પ્રભારી રામ કિશન ઓઝા તથા વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, વિરોધપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ,પ્રદેશ પ્રવક્તા નિશાંત રાવલ, શહેર પ્રવકતા વિશાલ પટેલ, કપિલ જોશી હાજર રહ્યા હતા.

Scroll to Top