diamond industry: ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દુનીયામાં સૌવથી મોટો હીરા ઉદ્યોગ (diamond industry) સુરતમાં આવેલ છે. આ હીરા ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપી છે. લગભગ 14 રાજ્યના પરીવારો આ ઉદ્યોગથી રોજગારી મળવે છે. ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકો મોટી સંખ્યામાં હીરા (diamond industry) પર નિર્ભર રહેલા છે. છેલ્લા કેટલાક વર્ષોથી હીરા ઉદ્યોગમાં સતત મંદી આવી રહી છે. આ મંદીના કારણે અનેક લોકોએ આત્મહત્યા કરી લીધી છે. જ્યારે થોડા દિવસો પહેલા સુરત માંથી સમાચાર સામે આવ્યા હતા કે હીરા ઉદ્યોગ (diamond industry) માં મંદીના કારણે અમુક પરીવારોના બાળકોને શાળા છોડવાની મજબુરી પણ બની હતી. આ ભયંકર મંદીને જોતા સરકારે કેબિનેટમાં આ અંગે વિસ્તૃત ચર્ચા કરી હોવાની માહિતી સામે આવી હતી.
શા માટે હીરા ઉદ્યોગમાં મંદી આવી?
છેલ્લા કેટલાક વર્ષોથી હીરા ઉદ્યોગ (diamond industry) માં સતત મંદી જોવા મળી રહી છે. મંદી પાછળનું કારણ વૈશ્વિક પરીસ્થિતિને જવાબદાર ગણવામાં આવે છે. વૈશ્વિમાં આજે અનેક દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યા છે.જેમા ખાસ કરીને રશિયા અને યુક્રેનના કારણે સ્થિતી વધુ વિકટ બની છે. આ ઉપરાંત અમેરીકામાં ગયા વર્ષે આવેલી મંદીના કારણે હીરા ઉદ્યોગ (diamond industry) પર મોટી અસર પડી છે.દુનિયાના અન્ય દેશોમાં રાજકિય સંકટના કારણે મંદીના વાદળો ઘેરા બન્યા છે.
હીરા ઉદ્યોગના કારીગરોની કેવી હાલત ?
છેલ્લા 50 વર્ષમાં આવી મંદી પ્રથમ વખત આવી હોવાનું હીરા ઉદ્યોગ (diamond industry) ના વેપારી અને કારીગરો જણાવી રહ્યા છે. સુરતમાં મોટા ભાગના પરીવારો હીરા ઉદ્યોગ (diamond industry) પર નભે છે. જેના કારણે કારીગરો બેકાર બન્યા છે અને તેઓ માટે પરિવારનું ગુજરાન ચલાવવુ અત્તિ મુશ્કેલ બની ગયુ છે. જ્યારે આ મંદીના કારણે છેલ્લા 10 માસમાં 45 કારીગરોએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. હીરા ઉદ્યોગ (diamond industry) ની મંદીને ધ્યાને રાખતા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉદ્યોગની મંદીમાં કારીગરોને સહાય આપવા શું કરી શકે તે માટે એક રિપોર્ટ તાત્કાલીક આપવા જણાવ્યું છે. તેના પરથી સરકીર નિર્ણય કરશે કે કારીગરોને સહાય આપવી કે નહીં.જ્યારે આ મંદીના પ્રત્યાઘાત સમગ્ર ભારતમાં પડ્યા છે. આગામી સમયમાં સ્થાનિક ચૂંટણીમાં પોલીટીકલ અસર પણ પડી શકે છે જે નિવારવા સરકાર હવે દોડતી થઈ છે.