રાજ્યમાં આરોગ્ય સુધારા માટે સતત સરકાર કામ કરી રહી છે. રાજ્યના કોઈપણ નાગરીકના સ્વાસ્થને લઈને રાજ્ય સરકારે નવો પ્લાન બનાવ્યો છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની હાજરીમાં અમદાવાદની ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં સિવિલ મેડિસિટીના ડેવલપમેન્ટના માસ્ટર પ્લાનની સમીક્ષા બેઠક યોજાઈ હતી. સિવિલ મેડિસિટીમાં ઉપલબ્ધ તમામ તબીબી અને સુપર-સ્પેશ્યાલિસ્ટ સેવાઓ રાજ્ય અને દેશની અન્ય હોસ્પિટલ માટે પણ ઉદાહરણીય બની છે. સિવિલ મેડિસિટીમાં ઉપલબ્ધ વિવિધ સુપર સ્પેશ્યાલિસ્ટ સેવાઓના કારણે ગુજરાતના મેડિકલ ટુરિઝમમાં પણ વધારો થયો છે.
૧૨૦૦ બેડ હોસ્પિટલની ડેવલપમેન્ટના માસ્ટર પ્લાનની સમીક્ષા બેઠક
સમગ્ર હોસ્પીટલનું નવીની કરણ થવાની સંભાવના રહેલી છે. ડિસિટીમા પ્રવેશતા, બહાર જતા અને અંદર વિવિધ હોસ્પિટલ અને સેવાઓ માટે આવતા દર્દીઓ, તેમના સગાઓ માટે કૅમ્પસ સિમલેશ મોબિલિટી, સાયનેજ(હોર્ડીગ્સ)ના આધારે માહિતી મળે તેવી વ્યવસ્થાનું આયોજન. સમગ્ર કૅમ્પસમા એલ શેપ પાર્કિંગની વ્યવસ્થા થાય તે માટેના માસ્ટર પ્લાન અંગે વિગતવાર સમીક્ષા કરાઇ હતી. હાલ સમગ્ર કૅમ્પસમા કુલ ૮ પ્રવેશ દ્વાર છે,જેમાં ૨ ગેટ વધારવાનું આયોજન હાથ ધરવામાં આવશે.
૮૩૮ કરોડના ખર્ચે વિવિધ પ્રોજેક્ટના કામો પણ હાથ ધરવામા આવ્યાં
સિવિલ મેડિસિટી કૅમ્પસની પાસેના મેન્ટલ કંપાઉન્ડ અને મણીબેન હોસ્પિટલ કૅમ્પસનું પણ આગામી જરૂરીયાત આધારે માસ્ટર પ્લાન તૈયાર કરવાની સૂચના મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા સમીક્ષા બેઠકમાં આપવામાં આવી હતી. સિવિલ મેડિસિટીમા આ ઉપરાંત રૂ. ૮૩૮ કરોડના ખર્ચે વિવિધ પ્રોજેક્ટના કામો પણ હાથ ધરવામા આવ્યાં છે. જેમાં ૧૮૦૦ બેડની OPD,IPD,ICU સહિતની સુવિધાઓ ધરાવતી હોસ્પિટલ રૂ.૫૮૮ કરોડના ખર્ચે તૈયાર થશે જેનું ટેન્ડર થઇ ગયું છે.