Pushpa 2 Box Office Collection Day 14: વર્ષ 2021માં રિલીઝ થયેલી પુષ્પા (Pushpa 2) ધ રાઇઝ સુપરહિટ રહી હતી. 3 વર્ષ પછી દિગ્દર્શક સુકુમારે એ જ ટીમ સાથે પુષ્પા ધ રૂલ ફિલ્મનો બીજો ભાગ રજૂ કર્યો હતો. આ ફિલ્મ 5 ડિસેમ્બરના રોજ રિલીઝ થતા એક પછી એક તમામ મોટા રેકોર્ડ તોડીને ભારતની સૌવથી મોટી કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે.આ ફિલ્મને રિલીઝ થયાને 15 દિવસ થઈ ગયા છે. આ ફિલ્મ અત્યાર સુધી ભારતની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં બીજા ક્રમે આવી ગઈ છે. હવે માત્ર એક જ ફિલ્મ બાકી છે જે પ્રભાસની બાહુબલી 2 છે જે વર્ષ 2017માં આવી હતી.
ફિલ્મની 15મા દિવસની કમાણી સાથે જોડાયેલા પ્રારંભિક આંકડાઓ સામે આવ્યા છે.SACNL પર ઉપલબ્ધ ડેટા અનુસાર બપોરે 3:00 વાગ્યા સુધીના છે.
પ્રથમ દિવસ – 164.25
દિવસ – 2 93.8
ત્રીજો દિવસ – 119.25
ચોથો દિવસ – 141.05
પાંચમો દિવસ – 64.45
છઠ્ઠો દિવસ – 51.55
સાતમો દિવસ – 43.35
8મો દિવસ – 37.45
9મો દિવસ – 36.4
10મો દિવસ – 63.3
11મો દિવસ – 76.6
બારમો દિવસ – 26.95
તેરમો દિવસ – 23.35
ચૌદમો દિવસ – 20.55
15મો દિવસ – 5.05
———————————————————————————
કુલ કમાણી – 978
સેકનિલ્કના જણાવ્યા અનુસાર એસએસ રાજામૌલીની ફિલ્મ બાહુબલીએ વર્ષ 2017માં ભારતીય બોક્સ ઓફિસ પર 1030.42 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. પુષ્પા 2 (Pushpa 2) ને આ રેકોર્ડ તોડવા માટે હજુ થોડા દિવસો લીગી શકે તેમ છે.જો બાહુબલી 2 નો રેકોર્ડ તૂટી જશે તો પુષ્પા 2 (Pushpa 2) વધુ એક નવો રેકોર્ડ બનાવશે. જો આવું થશે તો પુષ્પા 2 ભારતમાં અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં નંબર 1 પર આવી જશે.
14મા દિવસે 600 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે
પુષ્પા 2 (Pushpa 2) એ રિલીઝના 14મા દિવસે 600 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં હિન્દીમાં 607.6 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે જ આ ફિલ્મ 600 કરોડનો આંકડો પાર કરનારી હિન્દીની પ્રથમ ફિલ્મ બની ગઈ છે. આ પહેલા હિન્દીમાં સૌથી વધુ કમાણીનો રેકોર્ડ શાહરૂખ ખાનની ફિલ્મ જવાનના નામે હતો. જેણે વર્ષ 2023માં હિન્દી વર્ઝનમાં 582.31 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.