– ફરી એકવાર નાની બાળકી સાથે નિર્મમતાપૂર્વક દુષ્કર્મની ઘટના ઘટી
– ભાજપના રાજમાં વધુ એક માસૂમ બાળકી સાથે દુષ્કર્મ
– હર્ષ સંઘવી પોલીસને ફક્ત વિપક્ષ પાછળ લગાવે છે
Isudan Gadhavi: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયમાં બળાત્કારની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં અનેક વિસ્તારમાં આ પ્રકારની ઘટના સતત બની રહી છે. આરોપી સામે સરકાર યોગ્ય કાર્યવાહી ન કરતા રાજ્યમાં બેફામ બળાત્કારના આરોપીએ ફરી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી (AAP) ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી (Isudan Gadhavi) એ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી અને ભાજપ સરકારને આડે હાથ લીધી હતી.
ભાજપના રાજમાં વધુ એક માસૂમ બાળકી સાથે દુષ્કર્મ
સમગ્ર ઘટના અંગે ઈસુદાન ગઢવી (Isudan Gadhavi) એ કહ્યું કે, ગુજરાતની ભાજપ સરકારે છેલ્લા 30 વર્ષમાં આદિવાસીઓ અને શ્રમજીવીઓ માટે કંઈ કર્યું નથી. નર્મદા જિલ્લાના ઝઘડિયામાં એક દસ વર્ષની નાની બાળા પર બળાત્કાર કરવામાં આવે છે અને એક મહિના પહેલા પણ તેની સાથે એ જ વ્યક્તિએ બળાત્કાર કર્યો હતો.બળાત્કારના આરોપીએ તે બાળાના ગુપ્તાંગમાં સળિયા નાખ્યા હતા અને ક્રૂરતા કરવામાં આવી હતી. ગુજરાતમાં નિર્ભયા કાંડ કરતા પણ વધુ ક્રૂર ઘટના ઘટી છે. કલકત્તામાં ડોક્ટર દીકરી સાથે જે ઘટના ઘટી હતી અને નિર્ભયા સાથે જે ઘટના ઘટી હતી તેના કરતાં પણ વધુ દર્દનાક ઘટના ગુજરાતની દસ વર્ષની બાળકી સાથે ઘટી છે.હર્ષ સંઘવી પોલીસને ફક્ત વિપક્ષ પાછળ લગાવે છે.
હર્ષ સંઘવી પોલીસને ફક્ત વિપક્ષ પાછળ લગાવે છે
જનતાની સુરક્ષા માટે પોલીસને કામ કરવા દેવામાં આવતું નથી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી આ ઘટનાની જવાબદારી લે.છેલ્લા ઘણા સમયથી હર્ષ સંઘવીના રાજમાં કાયદો વ્યવસ્થા કથળી ગઈ છે. આ એક ઘટના નથી ગુજરાતમાં ભાજપના મોડલમાં રોજ હત્યાઓ, બળાત્કાર, સામુહિક બળાત્કાર અને લૂંટ જેવી ઘટનાઓ ઘટી રહી છે, અને બીજી બાજુ મંત્રીઓ ફાંકા ફોજદારી કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીની માંગ છે કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને બળાત્કારીને બે મહિનામાં સજા કરવામાં આવે અને પીડિત પરિવારને સરકાર દ્વારા વળતર ચૂકવવામાં આવે.