– બોગસ તબીબ ભાર્ગવ રાજુભાઇ ડાભી ઉર્ફે બાબરીયા સાહેબ નામ ધરાવતો હતો
– ધારીના ગોવિદપુર ગામે ડિગ્રી વગરનો બોગસ તબીબ ઝડપાયો
– એસ.ઓ.જી.પોલીસે બોગસ તબીબને ધારી પોલીસને સોંપ્યો
– બોગસ તબીબને લઈને ધારી પોલીસે વધુ તપાસ હાથ ધરી
Fake doctor: મકાનમાં કોઈપણ મેડિકલ ડિગ્રી વગર લોકોને દવા આપી સારવાર કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાથી SOG પોલીસે બોગસ તબીબ (Fake doctor) ભાર્ગવ રાજુભાઇ ડાભી ઉર્ફે બાબરીયા સાહેબ નામ ધરાવતો શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
એસ.ઓ.જી.પોલીસે બોગસ તબીબને ધારી પોલીસને સોંપ્યો
સમગ્ર ઘટનાનો અમરેલી એસ.ઓ.જી.એ બોગસ ડોક્ટરનો પ્રદાફાશ કર્યો હતો.આ બોગસ તબીબ (Fake doctor) નું નામ ભાર્ગવ રાજુભાઇ ડાભી ઉર્ફે બાબરીયા સાહેબ નામે લોકોની જીંદગી સાથે ચેડા કરતો હતો.છેલ્લા ઘણા સમયથી ગીર ગ્રામ્ય વિસ્તારના લોકોના આરોગ્ય સાથે કરતો હતો ચેડા. SOGએ બોગસ તબીબને ધારી પોલીસને હવાલે કર્યો છે. હવે ધારી પોલીસ બોગસ તબીબ (Fake doctor) ને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે.
બે દિવસ પહેલા સુરતમાંથી પણ બોગસ ડોક્ટર ઝડપાયો હતો
સુરત ગ્રામ્ય એસઓજી પોલીસની ટીમે કામરેજના પરબ ગામે આવેલા ઓમ ઇન્ડસ્ટ્રીઝ વિભાગ-8માં મહાવીર ક્લિનિકમાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી પોલીસે અજીત કુમાર અખિલેશ મહેતા [ઉ.26]ને ઝડપી પાડ્યો હતો. પોલીસે અલગ અલગ મેડિકલ સાધન સામગ્રી તથા દવાઓ મળી કુલ 18,188 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.