Amit Shah: આંબેડકરનું અપમાન કરવાના કોંગ્રેસ (Congress) ના આરોપ પર ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) વળતો જવાબ આપ્યો છે. અમિત શાહે (Amit Shah) પ્રેસ કોન્ફરન્સ કહ્યું કે કોંગ્રેસે સંસદમાં ચર્ચાના તથ્યોને ખોટા કર્યા છે. કોંગ્રેસે (Congress) આ એટલા માટે કર્યું કારણ કે ભાજપના વક્તાઓએ તથ્યો સાથેના વિષયો રજૂ કર્યા હતા. જે પુષ્ટિ કરે છે કે કોંગ્રેસ (Congress) આંબેડકર વિરોધી, અનામત વિરોધી અને બંધારણ વિરોધી પક્ષ છે. કોંગ્રેસે (Congress) ઈમરજન્સી લાવીને સાવરકરનું અપમાન કર્યું અને બંધારણનું ઉલ્લંઘન કર્યું હતું. ન્યાયતંત્રનું, લશ્કરના શહીદોનું અપમાન કર્યું અને બંધારણનો ભંગ કરીને ભારતની જમીન પણ અન્ય દેશોને આપવાનું કાવતરું કર્યું હતું.
હું આંબેડકરનો અનુયાયી છું
અમિત શાહે (Amit Shah) વધુમાં કહ્યું કે સંસદમાં ચર્ચા થઈ કે કોંગ્રેસે (Congress) ચૂંટણીમાં આંબેડકરને કેવી રીતે હરાવ્યા. કોંગ્રેસે (Congress) આ માટે ખાસ પ્રયાસો કર્યા અને તેમની હાર નક્કી કરી. જ્યાં સુધી ભારત રત્ન આપવાની વાત છે તો કોંગ્રેસ (Congress) ના નેતાઓ પોતાના નેતાઓને ભારત રત્ન આપ્યા હતા. બાબા સાહેબને ભારત રત્ન ત્યારે મળ્યો જ્યારે કોંગ્રેસ (Congress) સત્તામાં ન હતી. કોંગ્રેસે હંમેશા બાબા સાહેબને ભારત રત્ન ન મળે તેવા પ્રયાસો કર્યા હતા.
હું સપનામાં પણ આંબેડકરનું અપમાન ન કરૂ
હું એવી પાર્ટીમાંથી આવ્યો છું જે ક્યારેય આંબેડકરનું અપમાન ન કરી શકે. રાજ્યસભામાં જે કહ્યું છે તેને કોંગ્રેસે ખોટી રીતે રજૂ કર્યું છે. કોંગ્રેસે (Congress) સત્યને જુઠ્ઠાણું પહેરાવીને ભ્રમ ફેલાવ્યો છે. કોંગ્રેસ (Congress) પણ અનામતનો વિરોધ કરી રહી છે. મંડલ કમિશનનો રિપોર્ટ 31 ડિસેમ્બર 1980ના રોજ આવ્યો હતો. તે રિપોર્ટને યોગ્ય માન્યો નહીં. જ્યારે 1990માં બિન-કોંગ્રેસી (Congress) સરકાર આવી ત્યારે મંડલ કમિશનનો રિપોર્ટ લાગુ કરવામાં આવ્યો હતો. તે સમયે રાજીવ ગાંધી વિરોધ પક્ષના નેતા હતા. જેમણે ઓબીસી અનામત વિરુદ્ધ લાંબુ ભાષણ આપ્યું હતું.