Pushpa 2: પુષ્પા 2એ મંગળવારે કર્યો કમાલ, ફિલ્મે 950 કરોડની પાર પહોંચી

Pushpa 2 Collection In Day 13: પુષ્પા 2- ધ રૂલએ બોક્સ ઓફિસ પર મોટી કમાણી કરી લીધી છે.આ ફિલ્મ રિલીઝના બીજા સપ્તાહમાં પણ શાનદાર બિઝનેસ કરી રહી છે. ખાસ કરીને હિન્દી (Hindi language) બેલ્ટમાં પુષ્પા 2- ધ રૂલે (Pushpa 2 ) ઈતિહાસ રચ્યો છે. આ ફિલ્મ 13માં દિવસે બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.આ ફિલ્મએ શાહરૂખ ખાન (Shahrukh Khan) ની પઠાણ, જવાન સહિતની ઘણી ફિલ્મોના તમામ કલેક્શનને પાછળ છોડી દીધું છે.

13માં દિવસે બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની

ઝીરોની નિષ્ફળતા પછી શાહરૂખ ખાને (Shahrukh Khan) ફિલ્મોમાંથી બ્રેક લીધો અને પછી પઠાણ સાથે બોલીવુડમાં ફરી એન્ટ્રી કરી હતી. જેને રૂ. 524 કરોડના કલેક્શન સાથે હિન્દી (Hindi language) માં અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી. પરંતુ થોડા મહિનાઓમાં તેની આગામી ફિલ્મ જવાને તમામ રેકોર્ડ તોડી નાખ્યો હતા. અત્યાર સુધીની સૌથી મોટી હિન્દી ફિલ્મ બની હતી. પરંતુ તેનો રેકોર્ડ શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ અભિનીત ફિલ્મ સ્ત્રી 2 એ તોડીયો હતો.

તમામ ભાષાઓમાં 953 કરોડ રૂપિયાનું કલેક્શન

SACNLના રિપોર્ટ અનુસાર, ‘પુષ્પા 2’ (Pushpa 2 ) એ 13માં દિવસે તમામ ભાષાઓમાં 953 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. હિન્દી ભાષા (Hindi language) માં આ ફિલ્મએ 591.1 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે ‘પુષ્પા 2’  (Pushpa 2 ) 8.50 કરોડથી વધુની કમાણી સાથે શાહરૂખ ખાનની જવાનને પાછળ છોડીને બીજી સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ બની ગઈ છે.

 

Scroll to Top