Harsh Sanghvi: રૉન્ગ સાઇડ વાહન ચલાવતા લોકોની ખેર નહીં, હવે સીધી FIR થશે

Harsh Sanghvi: રાજ્યમાં દિન પ્રતિદીન માર્ગ અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનાને રોકવા માટે ટ્રાફિક જાગૃતિ અંગે એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) ગઈકાલે અમદાવાદમાં શોર્ટ ફિલ્મ સ્પર્ધાના સત્કાર સમારોહમાં હાજર રહ્યા હતા. તેમણે ભાષણ દરમયાન ટ્રાફિક વિભાગને સફળ કાર્યક્રમ બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા. સાથે સાથે પોલીસને પણ ટકોર પણ કરી હતી.

 

રૉન્ગ સાઈડે આવતા વાહનો સામે સીધી એફઆઈઆર કરવામાં આવશે

રાજ્યના અનેક વિસ્તારમાં લોકો રોન્ગ સાઈડ રાઈડની ઘટનાઓથી અનેક લોકો પરેશાન થતા હતા. આ ઘટના પર ગૃહ રાજ્ય મંત્રી (Harsh Sanghvi) એ કહ્યું કે સિગ્નલ તોડતા, બેફામ સ્પીડે દોડતા અને રૉન્ગ સાઈડે આવતા વાહનો સામે સીધી એફઆઈઆર કરવામાં આવશે. આ જાહેરાત બાદ રોમીયોગીરી કરતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગઈ હતા. આ ઉપરાંત હર્ષ સંઘવી (Harsh Sanghvi) એ વધુમાં કહ્યું કે, શહેરના રેલવે બસ સ્ટેશનથી આવતા વાહનો રૉન્ગ સાઈડ આવીને શાસ્ત્રી બ્રીજ ચડી રહ્યાં છે, શાસ્ત્રી બ્રીજથી ઉતરીને નવાયાર્ડ તરફ રૉન્ગ સાઈડ પર વાહનો જઇ રહ્યાં છે. અનેક રૉન્ગ સાઈડ આવતા વાહન ચાલકો કેમેરામાં કેદ થયા છે.

450 લોકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો

આ શોર્ટ ફિલ્મ કાર્યક્રમમાં DGP, CP સાથે અનેક મોટા પોલિસ અધિકારી અને પોલીસ જવાનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં હર્ષ સંઘવી (Harsh Sanghvi) એ સ્પર્ધાનાં વિજેતાઓને પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કર્યા હતા. ગૃહરાજ્યમંત્રીએ કહ્યું કે, 450 લોકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો, ઉત્તમ દાખલા આપ્યા. આ પ્રકારનાં સફળ કાર્યક્રમ માટે ટ્રાફિક વિભાગને ખાસ અભિનંદન પણ આપું છું.

Scroll to Top