Dahod: ગુજરાતમાં દિન પ્રતિદીન નવા નવા કૌભાંડ (Scandal) સામે આવી રહ્યા છે. જેમાં નકલી અધિકારીથી માંડી BZ ગ્રુપના લાખો કરોડોના ગોટાળા સામે આવ્યા છે. જ્યારે હોસ્પીટલમાં નકલી કાર્ડ બનાવી સરકારના પૈસાનો ચૂનો લગાડે છે. હવે નવું કૌભાંડ (Scandal) દાહોદ જીલ્લાના સિંગવડ તાલુકામાં મછેલાઈ ગામે ગ્રામ પંચાયતમાં ખોટા જોબકાર્ડ બનાવી કરોડોનું કૌભાંડ કર્યું હતું.
સરપંચ અને તલાટીએ સાથે મળી કર્યું કૌભાંડ
ગુજરાત સરકાર એક બાજી ભ્રષ્ટાચાર નાબુદી દૂર કરવાની વાતો કરે છે. પંરતુ બીજી બાજૂં જે લોકો કૌભાંડ (Scandal) કરે છે. તેમને છાવરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ત્યારે તેવામા સિંગવડ તાલુકાના મછેલાઈ ગામની ગ્રામ પંચાયતના તત્કાલીન સરપંચ અને તલાટી દ્વારા વર્ષ 2020-2021માં 23.34 લાખના 15 જેટલા કામો કાગળ ઉપર બતાવી કૌભાંડ (Scandal) આચાર્યાનું સામે આવ્યુ છે. જેમા તત્કાલીન સરપંચ અને તલાટી દ્વારા હેન્ડપંપ, મીની પાઈપ લાઈન, સીસીરોડ,જાહેર શૌચાલય,બોર વિથ મોટર,ગટર યોજના સહીતના અનેક કામોમા સરકારની વેબસાઈટ ઉપર પુર્ણ બતાવી દેવામા આવ્યા હતા.
23 લાખના 15 જેટલા કામો કાગળ ઉપર કર્યા
સમગ્ર ઘટનાને લઈ સિંગવડ તાલુકા વિકાસના અધિકારી મેહુલ ભગોરાએ કહ્યું હતું કે સમગ્ર કૌભાંડ (Scandal) મામલે તાલુકા વિકાસ અધિકારી દ્રારા તેમની ટીમને સાથે રાખી ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં સરપંચને પણ સાથે રાખ્યા હતા. અલગ અલગ ગામના સ્થળોની મુલાકાત કરી જેમા અનેક લાભાર્થીના નામ ઉપર પૈસા ઉપાડી અને સ્થળ ઉપર કોઈ કામ ન કરી કૌભાંડ (Scandal) આચર્વામા આવ્યુ હતું.