PMJAY: ખ્યાતિ (Khyati Hospital) કાંડ મુદ્દે તપાસ કરી રહેલી ક્રાઈમબ્રાંચ (Crime Branch) ને હાથે મોટું કૌભાંડ પકડાયું છે. આ કૌભાંડ PMJAY કાર્ડ બનાવવાનું છે. મળતી માહિતી અનુસાર ખ્યાતિ (Khyati Hospital) જેવી હોસ્પિટલોએ અત્યારસુધીમાં 3 હજારથી વધુ લોકોના કાર્ડ બનાવ્યા છે. આવી હોસ્પિટલો કોઈ પણ વ્યક્તિના PMJAY કાર્ડ બનાવી આપતી હતી. જ્યારે ખ્યાતિ હોસ્પિટલે (Khyati Hospital) PMJAY અંતર્ગત 4 વર્ષમાં કુલ 4947 ઓપરેશન કર્યાં છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો
ક્રાઈમ બ્રાંચ (Crime Branch) ખ્યાતિ હોસ્પિટલ (Khyati Hospital) બાબતે રોજને રોજ નવા કારસ્તાન ખુલી રહ્યા છે. આ હોસ્પિટલમાં હત્યાકાંડમાં સૌવથી મહત્વની ભૂમિકા PMJAY કૌભાંડની છે. કઈ રીતે તેઓ આ કાર્ડ કઢાવતા અને સરકારને ચૂનો લગાવતા આ સવાલના જવાબમાં ક્રાઈમબ્રાંચ (Crime Branch) સતત કામ કરતા મોટા ખુલાસા સામે આવ્યા હતા.PMJAY કાર્ડ કઈ રાતે નિકળે તે બાબતે ઉંડાણ પૂર્વક તપાસ કરતા સમગ્ર ઘટના સામે આવી હતી.
૦૬ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી
ખ્યાતિ હોસ્પિટલ (Khyati Hospital) માં સારવાર માટે આવતા લોકો પાસે PMJAY કાર્ડ ન હોય તો તેની ફાઈલ CEO ચિરાગ રાજપૂતને મોકલવામાં આવતી હતી. ત્યારબાદ લોકોના હૃદય ચિરવામાં આવતા હતા. તપાસ કરતા નિમેશ નામના વ્યક્તિ માત્ર 1500 રૂપિયામાં PMJAY કાર્ડ કાઢી આપતો હતો. આ લોકો અનેક વ્હોટ્સએપ ગ્રુપ અને પોર્ટલ ચલાવે છે કે જેના થકી ગ્રાહકો સંપર્ક કરી શકે અને રૂપિયા જેવા કોઈ વ્યક્તિ આપે એટલે તુરંત જ તેનું કાર્ડ બની જતું હતું.
આ રેકેટમાં ખ્યાતિ હોસ્પિટલ પણ સામેલ હતી
ખોટી રીતે અત્યારસુધીમાં 3 હજારથી વધુ લોકોના PMJAY કાર્ડ બનાવ્યા છે. હવે પોલીસ આ તમામ લોકો અને હોસ્પિટલોની સામે પોલીસ દ્વારા કડકમાં કડક તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત આ કાર્ડ બનાવવા પાછળ કઈ કઈ હોસ્પિટલ્સનો હાથ છે તેની પણ તપાસ થશે.સમગ્ર પ્રકરણમાં 6 લોકોની રિમાન્ડ માંગવામાં આવશે.