IND vs AUS: આકાશદીપની સિક્સ જોઈ વિરાટ કોહલી ભાંગડા કરવા લાગ્યો, જૂઓ વીડિયો

IND vs AUS: ગાબા ટેસ્ટના ચોથા દિવસે બેટ્સમેન આકાશદીપ અને જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) વચ્ચેની 39 રનની શાનદાર પાર્ટનરશીપ થઈ હતી. આ ભાગીદારીથી ફોલોઓન થતા બચી ગયું હતું.આ બેટિંગ દરમિયાન આકાશદીપે શાનદાર સિક્સર ફટકારી હતી. આ સિક્સર બાદ કોહલી ખુશીથી નાચવા લાગ્યો હતો.હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આકાશદીપે શાનદાર સિક્સર ફટકારી

75મી ઓવરમાં પેટ કમિન્સ બોલિંગ કરવા આવ્યો હતો. ટીમ ઈન્ડિયા (Team India) ને ફોલોઓન બચાવવા માટે માત્ર ચાર રનની જરૂર હતી.કમિન્સના શોર્ટ ઓફ ગુડ લેન્થ બોલ પર આકાશદીપે સ્લિપની ઉપરથી ચોગ્ગો ફટકાર્યો હતો.આ સાથે ભારતીય ડ્રેસિંગ રૂમમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી.ટીમ ઈન્ડિયા (Team India) ને 13 વર્ષ બાદ ફોલોઓનનો ખતરો હતો પરંતુ આકાશદીપે તેને ટાળી દીધો હતો. ત્યારબાદ કમિન્સના ચોથા બોલ પર આકાશદીપે લાંબી સિક્સર ફટકારી હતી.

આકાશદીપ અને બુમરાહ વચ્ચે 39 રનની પાર્ટનરશીપ

66મી ઓવરમાં રવિન્દ્ર જાડેજાના આઉટ થતાં જ એવું લાગી રહ્યું હતું કે ટીમ ઈન્ડિયા (Team India) ફોલોઓન થઈ જશે. પરંતુ પરંતુ બુમરાહ (Jasprit Bumrah) અને આકાશદીપે સકારાત્મક રીતે બેટિંગ કરતા ફોલોઓન ટાળ્યું હતું. ચોથા દિવસના અંત સુધીમાં આકાશદીપે 2 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 27 રન બનાવ્યા હતા.જ્યારે બુમરાહ પણ 10 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો. આ બંને વચ્ચે 39 રનની ભાગીદારી ટીમ ઈન્ડિયા (Team India) માટે ઘણી મહત્વની સાબિત થઈ હતી.

બુમરાહે પેટ કમિન્સના બોલ પર સિક્સર ફટકારી

ગાબા ખાતે ચાલી રહેલી ત્રીજી ટેસ્ટના ચોથા દિવસના અંતિમ સત્રમાં આકાશદિપ અને બુમરાહે (Jasprit Bumrah) ટીમ ઈન્ડિયાની છેલ્લી વિકેટ માટે મજબુત પાર્ટનરશીપ કરી હતી. આ ઇનિંગ દરમિયાન બંનેએ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ સામે એક-એક સિક્સર પણ ફટકારી હતી.

Scroll to Top