APMC: ઊંઝા APMCની પેનલમાં ભાજપના ધારાસભ્યના જૂથની ભૂંડી હાર

મહેસાણા: ઊંઝા APMC ના પરીણામ સામે આવી ગયા છે. આ પરીણામ ખુબ ચોકવાનારા આવ્યા છે. ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 બેઠકોના પરીણામ જાહેર થયા છે. આ ચૂંટણીમાં દિનેશ પટેલના જૂથનો ભવ્ય જીત થઈ હતી. દિનેશ પટેલ જૂથે 175 માંથી 140 મત હાંચલ કરીને ભવ્ય જીત મળી હતી. ખેડુત વિભાગમાં નોંધાયેલા 261 માંથી 258 અને વેપારી વિભાગના 805 મતદારોમાંથી 782 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદારોએ શાંતિપૂર્ણ મતદાન કરી કૂવ 36 ઉમેદવારોના ભાવિ મતપેટીમાં દાખલ થઈ ગયા હતા.જ્યારે 14 બેઠકોમાં એવરેજ 98 ટકા મતદાન થયું હતું.

દિનેશ પટેલના જૂથનો ભવ્ય જીત થઈ હતી

મતદાન પ્રક્રિયા શાતીપૂર્ણ માહોલમાં સંપન્ન થતાં બન્ને વિભાગના 36 ઉમેદવારોના ભાવી મતપેટીમાં સીલ થઈ ગયા હતા. મતદાન પ્રક્રિયા દરમિયાન ત્રણ બૂથમાં 15 અને 5 રિઝર્વ મળી કુલ 20 અધિકારીઓએ ફરજ બજાવી હતી. કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે 3 પીઆઈ સહિત 7 પીએસઆઇ અને 71 પોલીસકર્મીઓ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મતપેટીઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ટ્રેઝરી ઓફીસ ખાતે લઈ જવામાં આવી હતી.

15 અને 5 રિઝર્વ મળી કુલ 20 અધિકારીઓએ ફરજ બજાવી હતી

સમગ્ર મતદાનની વ્યવસ્થા APMC સંકૃલમાં ઊભી કરવામાં આવી હતી. આ મતદાન કેન્દ્ર પર સખત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.ખેડુત વિભાગના એક અને વેપારી વિભાગમાં બે મતદાન બૂથો પર લાંબી લાઈનો પણ લાગી હતી. ખેડૂત વિભાગમા કુલ મતદાન 261 પૈકી 258 અને વેપારી વિભાગમાં 805 મતદાન પૈકી 782 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

Scroll to Top