Champions Trophy: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) આજે 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy) ના શેડ્યૂલ schedule ની જાહેરાત કરી શકે છે. આ વૈશ્વિક ટૂર્નામેન્ટના શેડ્યૂલની છેલ્લા ઘણા દિવસોથી રાહ જોવાઈ રહી હતી. તમને જણાવી દઈએ કે 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy) 19 ફેબ્રુઆરી 2025થી શરૂ થવાની છે.જ્યારે ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ 9 માર્ચે રમાશે. પાકિસ્તાન schedule ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy) નું આયોજન કરી રહ્યું છે. પાકિસ્તાને આ ટૂર્નામેન્ટનો ડ્રાફ્ટ શેડ્યૂલ લગભગ ત્રણ મહિના પહેલા ICCને મોકલ્યો હતું. પાકિસ્તાને લાહોરમાં ભારત સામેની મેચનું આયોજન કર્યું છે. પરંતુ ભારતે સુરક્ષાના કારણોસર ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવાનો ઈન્કાર કરી દીધો હતો. આ પછી BCCI અને PCB વચ્ચે લાંબો સમય સંઘર્ષ પણ ચાલ્યો હતો.
ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરી 2025થી શરૂ થશે
ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy) માટે પાકિસ્તાન સામે હાઇબ્રિડ મોડલની ઓફર કરી હતી. પરંતુ પાકિસ્તાને શરૂઆતમાં તેને ફગાવી દીધી હતી. જોકે થોડા દિવસો પહેલા PCBએ કેટલીક શરતો સાથે હાઇબ્રિડ મોડલને મંજૂરી આપી હતી.બીસીસીઆઈ અને પીસીબી વચ્ચેની સમજૂતી બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો કે 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy) ની મેચો હાઈબ્રિડ મોડલ હેઠળ પાકિસ્તાન અને દુબઈમાં રમાશે. ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની મેચો દુબઈમાં યોજાશે. પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીની 10 મેચોની યજમાની કરશે. જો ભારતીય ટીમ સેમી ફાઈનલ અને ફાઈનલમાં પહોંચશે તો તેની નોકઆઉટ મેચો પણ દુબઈમાં રમાશે. જો ટીમ ઈન્ડિયા નોકઆઉટ સ્ટેજ પહેલા બહાર થઈ જશે તો સેમીફાઈનલ અને ફાઈનલ લાહોર અને રાવલપિંડીમાં યોજાશે.
ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલમાં રમાશે
છેલ્લા ઘણા બધા સમયથી શેડ્યૂલની રાહ જોઈ રહ્યા છે. આજે આ રાહનો અંત આવવાની આશા છે. તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા દિવસોથી મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, શેડ્યૂલની જાહેરાત આજે કરવામાં આવશે, પરંતુ ICCએ તેમ કર્યું નથી. હવે જોવાનું એ રહે છે કે ICC આજે શેડ્યૂલ જાહેર કરે છે કે નહીં.