Pushpa 2 ધ રૂલ બોક્સ ઓફિસ પર ખુબ કમાણી કરી રહી છે. આ ફિલ્મે તેની રિલીઝના પાંચમા દિવસે 500 કરોડની કમાણી કરી લીધી હતી. રિલીઝના 11મા દિવસે એટલે કે બીજા રવિવારે કેટલું કલેક્શન કર્યું છે?
આ રવિવારે 75 કરોડની કમાણી કરી
પુષ્પા 2: ધ રૂલ રિલીઝના બીજા સપ્તાહમાં પણ તેનો ક્રેઝ ગાંડો જોવા મળી રહ્યો છે. આ ફિલ્મએ તેની રિલીઝના પ્રથમ સપ્તાહમાં જ જંગી કમાણી કરી હતી. પરંતુ આ એક્શન થ્રિલરે બીજા સપ્તાહના અંતે પણ ધૂમ મચાવી રહી છે. બીજા શનિવારે પણ આ ફિલ્મ જોવા માટે થિયેટરોમાં દર્શકોની લાંબી લાઈન જોવા મળી હતી. આ ઉપરાંત રવિવારે પણ મોટી સંખ્યામાં દર્શકો ફિલ્મ જોવા માટે આવ્યા હતા અને થિયેટર હાઉસફુલ જોવા મળ્યા હતા.
11મા દિવસે બોક્સ ઓફિસ પર કમાણીના આંકડા
Saconilcના આંકડા અનુસાર (Pushpa 2) પુષ્પા 2: ધ રૂલએ તેની રિલીઝના 11મા દિવસે એટલે કે બીજા રવિવારે 75 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે 11 દિવસનું કુલ કલેક્શન હવે 900 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.આમાં ફિલ્મે તેની રિલીઝના 11 દિવસમાં તેલુગુમાં 279.35 કરોડ રૂપિયા, હિન્દીમાં 553.1 કરોડ રૂપિયા, તમિલમાં 48.1 કરોડ રૂપિયા, કન્નડમાં 6.55 કરોડ રૂપિયા અને મલયાલમમાં 13.4 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
11 દિવસમાં રેકોર્ડ 900.5 કરોડની કમાણી કરી
પુષ્પા 2: ધ રૂલએ બીજા વીકએન્ડ પર પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મે તેની રિલીઝના 11 દિવસમાં રેકોર્ડ 900.5 કરોડની કમાણી કરીને ઈતિહાસ રચ્યો છે. આ સાથે સુકુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મે યશની બ્લોકબસ્ટર ફિલ્મ ‘KGF ચેપ્ટર 2નો રેકોર્ડ તોડ્યો છે.તમને જણાવી દઈએ કે ભારતમાં KGF 2નું કલેક્શન 859.7 કરોડ રૂપિયા હતું.આ સાથે (Pushpa 2) પુષ્પા 2: ધ રૂલ દેશની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.