Gujrat: શંકરસિંહ વાઘેલાનો હુંકાર,ગુજરાતમાંથી દારૂબંધી દૂર કરો

ગુજરાત (Gujrat) માં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પ્રજાશક્તિ ડેમોક્રિટીક પાર્ટી સક્રિય થઈ છે. ગુજરાત (Gujrat) ના પૂર્વ મુખ્યમંત્રી અને ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષ શંકરસિંહ વાઘેલા (Shankarsinh Vaghela) એ પાલનપુરમાં બેઠક કરી હતી. આ બેઠકમાં બાપુએ નવા પ્રદેશ અધ્યક્ષ અને બનાસકાંઠા જિલ્લા પ્રમુખની જાહેરાત કરી હતી. આ બેઠકમાં બાપુએ કહ્યું કે રાજ્યમાંથી દારૂબંધી હટાવી દેવી જોઈએ. તથા અદિવાસીઓને દારૂ ગાળવાની અને દારૂની ભઠ્ઠીની પરવાનગી આપવી જોઈએ.

રાજ્યમાંથી દારૂબંધી હટાવી દેવી જોઈએ

સ્થાનિક સ્વરાજની ચૂટણી નજીક આવી રહી છે. તે પહેલા પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીને સક્રિય કરવાનું કામ શંકરસિંહ વાઘેલાએ કર્યું હતું.ત્યારે આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ત્રિપાખીઓ જંગ દેખાય તો નવાઈ નહીં. શંકરસિંહ વાઘેલા (Shankarsinh Vaghela) એ પાલનપુર ખાતેની ડેમોક્રેટિક પાર્ટીની બેઠકમાં એક વિવાદિત નિવેદન આપ્યું હતું. બાપુએ કહ્યુ કે ગુજરાતમાંથી દારૂબંધી હટી જવી જોઈએ.રાજ્યનું કોઈ ગામ એવું નથી જ્યા કોથળીઓ નહીં મળતી હોય.રાજસ્થાન મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં દારૂબંધી નથી અને ગુજરાતમાં દારૂબંધી હોવાથી દારૂની ગાડીઓ લાઈનની ગાડીઓ અને દારૂ થકી કરોડો રૂપિયા બુટલેગરોના અને નેતાઓના ખિસ્સામાં જાય છે.આદિવાસીઓને દારૂ ગાળવાની અને દારૂની ભઠ્ઠીનું સરકાર પરમિશન આપવી જોઈએ. બેઠકમાં તેમણે સરકારને પણ આડે હાથે લીધી હતી.

આખી ભાજપ સરકાર પણ બનાવટી

સરકારન પર આક્ષેપ કરતા કહ્યું કે શિક્ષકો બનાવટી અધિકારીઓ બનાવટી અને આ આખી ભાજપ સરકાર પણ બનાવટી છે. આ સરકારમાં અદાણી અંબાણી અને ટોરેન્ટ વાળાને કોઈ તકલીફ નથી. કારણ કે એમને મિનિસ્ટરો સામેથી લેવા આવે છે તકલીફ માત્ર પ્રજાને છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને નિવેદન કર્યું કે ઘણી બધી પાર્ટીઓ નજીકથી જોઈ અને ઊભી કરી છે. પરંતુ જાહેર જીવનમાં સંતોષ ન થયો એટલે પ્રજાની પાર્ટી ઉભી કરી છે. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઉતરશે સાથે સાથે આવનારી 2027ની વિધાનસભા માટેની આ તૈયારીઓ છે.

Scroll to Top