Satadhar: સત્તાધારના પડઘા સુરતમાં પડ્યા, શ્રઘ્ધાળુઓની તટસ્થ તપાસની કરી માંગ

 

  • સતાધાર મહંત વિજયબાપુ સામે ષડયંત્રનો આરોપ
  •  ષડયંત્રમાં મોટા લોકોનો હાથ હોવાની આશંકા
  • સરકારને તપાસ કરવાની રજૂઆત કરવામાં આવી

સૌરાષ્ટ્રનું સૌથી વિખ્યાત આસ્થાનું કેન્દ્ર એવું સત્તાધાર (Satadhar) મંદિરનો વિવાદ સામે આવ્યો છે. સત્તાધાર (Satadhar) ની ગાદીના વર્તમાન મહંત વિજયભગતના સગ્ગા મોટાભાઈ અને સરકારી વિભાગોમાં ઓડિટરની ટોચની પોસ્ટે રહી ચૂકેલા નિવૃત્ત અધિકારી નીતિન મોહનભાઈ ચાવડાએ તેના પર આક્ષેપ કર્યા હતા.આ વિવાદમાં હવે નવો વળાંક આવ્યો છે. મહંત વિજય ભગતના સમર્થનમાં મોટી સંખ્યામાં શ્રઘ્ધાળુઓ સુરત કલેક્ટર કચેરી પહોંચ્યા હતા.આ શ્રઘ્ધાળુઓએ કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

નિતિન ચાવડા પાછળ મોટા માથાઓનો હાથ હોવાની આશંકા

સત્તાધારના વિવાદ ખુબ વકર્યો છે. આ વિવાદના પડઘા હવે સુરતમાં પણ પડ્યા છે.ગુર્જર ક્ષત્રિય સમાજના યુવાનો તેમજ આગેવાનો કલેક્ટર કચેરી પહોંચી આવેદન આપવામાં આવ્યું હતું. આ આવેદન પત્ર સનાતન ધર્મ અને સતાધાર તેમજ મહંત વિજય બાપુના સમર્થનમાં લોકો કલેક્ટર ઓફસ ગયા હતા.આ આવેદનપત્ર સુરત કલેકટર મારફતે ગુજરાતના મુખ્યમંત્રીને રજૂઆત કરવાનું હતું.આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે આ ષડયંત્ર પાછળ મોટા માથાનો હાથ હોવાની શંકા વ્યકત કરવામાં આવી છે.

આવેદનપત્રમાં કરવામાં આવી જ્વલંત રજૂઆત

શ્રઘ્ધાળુ જીગ્નેશ ગેડીયાએ જણાવ્યુ કે અમારી ગરૂ ગાદી છે. તેને બદનામ કરવા છેલ્લા ચારે મહિનાથી ખાસ લોકો ષડયંત્ર કરી રહ્યા છે. શ્રઘ્ધાળુએ આક્ષેપ કર્યો કે આ ઘટના પછળ ડાયરેક્ટર અલગ છે અને પ્રોડ્યુસર પણ અલગ છે. આ તમામના નામ બહાર આવવા જોઈએ. આ તમામ પર કડક કર્યવાહી થવી જોઈએ તેવી માંગ કરીએ છીએ. આ ઉપરાંત નિતિન ચાવડા પાછળ મોટા માથાઓના હાથ હોવાની આશંકા વ્યકત કરવામાં આવી છે. જો તપાસ કરવામાં આવે તો આખું ષડયંત્ર બહાર આવી શકે તેમ છે.

 

Scroll to Top