IPL 2025 મેગા ઓક્શન (mega auction) માં ત્રણ ભારતીય ખેલાડીઓએ સૌથી વધુ ચર્ચા રહી હતી. રિષભ પંતને LSGએ 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જ્યારે પંજાબ કિંગ્સે તેને 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. કોઈએ વિચાર્યું ન હતું કે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વેંકટેશ ઐયર પર 23.75 કરોડ રૂપિયા ખર્ચ કરશે. હવે સવાલ એ છે કે શું KKR તેના સૌથી મોંઘા ખેલાડી વેંકટેશ ઐયરને કેપ્ટન બનાવશે? પરંતુ હાલમાં જ અજિંક્ય રહાણેનું નામ કપ્તાન તરીકે આગળ ચાલુ રહ્યું છે.
અજિંક્ય રહાણેનું નામ કપ્તાન તરીકે નામ આગળ
અજિંક્ય રહાણે (ajinkya rahane) એ મુંબઈ અને સ્થાનિક સ્તરે પણ ભારતીય ટીમની કેપ્ટનશિપ કરી છે. રાહણે હરાજીના પહેલા રાઉન્ડમાં તેની બોલી પણ લગાવવામાં આવી ન હતી. બીજા રાઉન્ડમાં, કોલકાતા નાઈટ રાઈડર્સે તેને રૂ. 1.50 કરોડની મૂળ કિંમતમાં ખરીદ્યો હતો. બીજું નામ રિંકુ સિંહનું આવે છે જેણે ઘણી સ્થાનિક ક્રિકેટ ટૂર્નામેન્ટમાં પોતાની ટીમની કમાન સંભાળી છે. પરંતુ KKR મેનેજમેન્ટ સમક્ષ સવાલ એ હશે કે રિંકુ કેપ્ટનશિપની જવાબદારી માટે તૈયાર છે કે કેમ?
વેંકટેશ અય્યર યદ મુશ્તાક અલી ટ્રોફીમાં તેનું શાનદાર પ્રદર્શન
વેંકટેશ અય્યર (Venkatesh Iyer) કપ્તાની માટે સારો વિકલ્પ બની શકે છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં તેનું શાનદાર પ્રદર્શન KKR મેનેજમેન્ટને પ્રભાવિત કરી શકે છે. આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી ઐયરે 8 મેચ રમીને 210 રન બનાવ્યા છે. તેણે પાંચમા અને છઠ્ઠા સ્થાને બેટિંગ કરી હોવાના કારણે તેના રન ઓછા છે. પરંતુ તેની 161.53નો સ્ટ્રાઈક રેટ રહી છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 70ની સરેરાશથી તેને IPL 2025માં KKRની કેપ્ટનશીપ મળી શકે છે.