ધરપકડ બાદ અલ્લુ અર્જુનને 14 દિવસની જેલ

પુષ્પા 2 ના પ્રીમિયર દરમિયાન 4 ડિસેમ્બરે સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં એક મહિલાના મૃત્યુ બાદ અલ્લુ અર્જુનની આજે ધરપકડ કરવામાં આવી હતી. હૈદરાબાદની નામપલ્લી કોર્ટમાં સુનાવણી બાદ તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.

નાસભાગમાં એક મહિલાનું મોત

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની શુક્રવારે હૈદરાબાદ પોલીસે તેના ઘરેથી ધરપકડ કરી હતી. હૈદરાબાદમાં તાજેતરમાં થયેલી નાસભાગના સંદર્ભમાં આ ધરપકડ કરવામાં આવી છે. 4 ડિસેમ્બરે હૈદરાબાદમાં પુષ્પા 2 ના સ્ક્રિનિંગ દરમિયાન નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું. જ્યારે તેમનો પુત્ર ઘાયલ થયો હતો.

25 લાખ રૂપિયાની આર્થિક સહાય પણ આપી હતી

અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા-2એ બોક્સ ઓફિસમાં ધૂમ મચાવી રહી છે. પુષ્પા-2ને દક્ષિણની સાથે હિન્દી બેલ્ટમાં પણ ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. પરંતુ અલ્લુ અર્જુન માટે આ ફિલ્મ સમસ્યા બની ગઈ છે. આ ફિલ્મનું હૈદરાબાદમાં પ્રીમિયર 4 ડિસેમ્બરે યોજાયું હતું. હૈદરાબાદના સંધ્યા થિયેટર પાસે આ કાર્યક્રમ દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી. જેમાં રેવતી નામની મહિલાનું મોત થયું હતું. જ્યારે તેમનો પુત્ર ઘાયલ થયો હતો. આ દુર્ઘટના બાદ અલ્લુ અર્જુને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો પોસ્ટ કરીને માફી માંગી હતી અને મહિલાના પરિવારને 25 લાખ રૂપિયાની આર્થિક સહાયની પણ જાહેરાત કરવામાં આવી હતી.

Scroll to Top