- ઉમેશ મકવાણાએ જન કલ્યાણકારી યોજનાઓ શરૂ કરવા માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો
- સરકાર ખેડૂતોના દેવામાં માફ કરે
- બેરોજગારોને 5000થી 7000નું બેરોજગાર ભથ્થું આપવામાં આવે
આમ આદમી પાર્ટીના બોટાદ (botad) ના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પત્ર લખીને ગુજરાતના મુખ્યમંત્રી સમક્ષ માંગ કરી કે દિલ્હીની જેમ ગુજરાતમાં પણ માતા બહેન દીકરીઓ માટે આ યોજના શરૂઆત કરો. ઉપરાંત ગુજરાતની જનતાને દર મહિને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે તેવી પમ માંગ કરી હતી.
ખેડૂતોનું પણ પાંચ લાખ સુધીનું દેવું માફ કરવું જોઈએ
ધારાસભ્ય ઉમેશ મકવાણા મીડિયા સમક્ષ કહ્યું કે દિલ્હીમાં આમ આદમી પાર્ટી માતા બહેન દીકરીઓને છેલ્લા સાત વર્ષથી મહિલાઓને મફતમાં બસ મુસાફરી કરાવવામાં આવે છે તો ગુજરાતમાં કેમ આ યોજના લાવવામાં નથી આવતી. ગુજરાત સરકાર (government of Gujarat) પણ ગુજરાતની માતા-બેન-દીકરીઓ માટે આ જ રીતની યોજના જાહેર કરે તેવી અમારી માંગ છે. ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું કે સરકાર મફતના ભાવે અદાણીને જમીન આપે છે અને ઉદ્યોગપતિઓનું દેવ માફ કરે છે. તો ખેડૂતોનું પણ પાંચ લાખ સુધીનું દેવું માફ કરવું જોઈએ.
હીરા ઉદ્યોગના કર્મચારીને 3,000ની સન્માન રાશિ આપો
પહેલા ભારતના કુલ જીડીપીના 7% જેટલો હીરા ઉદ્યોગનો ભાગ હતો પરંતુ હાલ હીરા ઉદ્યોગનો અને તેના કર્મચારીઓની હાલત કફોડી બની છે.સુરતમાંથી છેલ્લા 15 દિવસમાં 300થી વધુ હીરા ઉદ્યોગના કર્મચારીઓ પોતાના બાળકોના લિવિંગ સર્ટિફિકેટ લઈને ગામડેમાં જતા રહ્યા છે. કારણકે શહેરમાં હીરા ઉદ્યોગ ખતમ થઈ ગયો છે. પોતાના પરિવારનું પોષણ કરી શકતા નથી. તો મારી માંગણી છે કે સરકાર ગુજરાતના તમામ રત્નકલાકારોને મહિને ₹3,000ની સન્માન રાશિ આપે. સરકાર બેરોજગાર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ હોય તેમને 5000 અને 7000ની સન્માન રાશિ દર મહિને આપે.