– રાજકોટ ગોપાલ નમકિનમાં લાગી આગ
– ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચ્ચી
– મોટેડા GIDCમાં ગોપાલ નમકિનમાં લાગી આગ
રાજકોટ (Rajkot) ની મોટેડા GIDCમાં ગોપાલ નમકિનમાં ભીષણ આગ લાગી હતી.આ આગ લગાવાનું કારણ હજી સુધી સામે આવ્યું નથી. પરંતુ મળતી માહિતી અનુસાર ઓઈલ ટેન્કરમાં ખાદ્યતેલના જથ્થા હતો તેના કારણે આગ લાગી હતી. આ આગને કાબુમાં લેવા માટે 12 કરતા વધારે ફાયર વિભાગની ટીમ કામે લાગી હતી. જેમા વેરાવળ, ગોંડલ, જામનગર સહિતના વિસ્તારની ટીમો આવી હતી. આ ઉપરાંત અંદર કેટલા લોકો ફસાયા હતા તેને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા.
રાજકોટ ગોપાલ નમકિનમાં લાગી આગ
આ આગમાં ત્રણ લોકોને સામાન્ય ઈજા થઈ હતી. જેને રાજકોટ (Rajkot) ની હોસ્પીટલમાં લઈ જાવામાં આવ્યા હતા. આ કંપનીમાં અંદાજીત 300 થી 400 કામદારો કામ કરતો હોય છે. પરંતુ બુધવારે રજા હોવાથી કામદારોની સંખ્યા ઓછી હતી. આ આગ લાગતા આજુબાજૂમાં એક કિલોમીટર કરતા પણ વધુ વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા નિકળતા હતા.
ફાયર વિભાગની ટીમે આગ બુજાવાની કામગારી શરૂ કરી
આગને કાબુમાં લેવા ફાયર ફાઈટરો જીવના જોખમે કામ કરી રહ્યા છે. પરંતુ આગ એટલી વિકરાળ છે કે હજી થોડો સમય લાગી શકે તેમ છે. આ ઉપરાંત આગને કાબુમાં લેવા ગોંડલ સહિતની ફાયર (Firefighter) વિભાની ટીમને પણ બોલાવવામાં આવી છે.