Patan: રાજ્યમાં વધુ એક નકલી યુનિવર્સિટીનો પર્દાફાશ, સરકારના દાવાની વાસ્તવિકતા આવી સામે

Paten: ગુજરાત શૈક્ષણિક ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. ત્યારે મોટી સંખ્યામાં અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ પણ ગુજરાતમાં અભ્યાસ અર્થે આવી રહ્યા છે તેવા દાવા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. પરંતુ વાસ્તવિકતા એછે કે ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે પોલમપોલ જોવા મળી રહ્યું છે. યુજીસી દ્વારા પાટણમાં એમ કે યુનિવર્સિટીને માન્યતા આપવામાં આવી છે. પરંતુ જે જગ્યાએ માન્યતા આપી છે ત્યાં કોઈપણ જાતનું શૈક્ષણિક સંકુલ કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર જોવા મળતું નથી.

એમ કે યુનિવર્સિટી કાગળ પર હોવાનો આક્ષેપ

પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે રાજ્યના શિક્ષણ મંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે, ગુજરાતમાં નકલી અધિકારીઓ નકલી કચેરીઓ અને નકલી યુનિવર્સિટી (University) ઓ ધમધમી રહી છે. ત્યારે પાટણ ખાતે MK યુનિવર્સિટી (University) ને યુ જીસી દ્વારા મંજૂરી આપવામાં આવી છે તેનું સ્થળ હનુમાનપુરા ખાતે છે. આ સ્થળ ઉપર કોઈ શૈક્ષણિક સંકુલ નથી કે કોઈ ભવન નથી. શિક્ષણને લગતું કોઈ ઇન્ફ્રાસ્ટ્રકચર પણ નથી. માત્ર યુનિવર્સિટીનું નામ એક ભીત ઉપર લખેલું જોવા મળે છે.

યુનિવર્સિટીનું નામ માત્ર ભીત ઉપર લખેલું હતું

કિરીટ પટેલે માંગ કરી કે આવી યુનિવર્સિટી (University) સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. ધારાસભ્યના પત્રને લઈને હનુમાનપુરા ખાતેની MK યુનિવર્સિટી (University) નું રિયાલિટી ચેક કરવામાં આવ્યું જ્યાં યુનિવર્સિટીના મુખ્ય ગેટ ઉપર તાળું મારેલું હતું. એમ કે યુનિવર્સિટીનું બોર્ડ એક ભીત ઉપર લખેલું જોવા મળ્યું હતું તેમજ અંદરના ભાગે માત્ર ફાર્મ હાઉસ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

Scroll to Top